મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડ્ઢય્ઁ સંજય પાંડેએ મહારાષ્ટ્રની મહિલા પોલીસકર્મીઓને ખુશખબર આપતા એક આદેશ જાહેર કર્યો છે. આ આદેશ મુજબ હવેથી સમગ્ર રાજ્યમાં મહિલા પોલીસકર્મીઓએ ૧૨ કલાકને બદલે માત્ર ૮ કલાક ફરજ બજાવવાની રહેશે. જાે કે સામાન્ય રીતે, પુરુષ અને મહિલા બંને કર્મચારીઓની ફરજ ૧૨ કલાક હોય છે. આ સાથે યુનિટ કમાન્ડરોને આ આદેશનો અમલ થાય તે માટે જણાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત પોલીસ અધિકારીએ કહ્યુ કે, આ પગલું મહિલા અધિકારીઓને વધુ સારું વર્ક-લાઇફ બેલેન્સ આપવા માટે લેવામાં આવ્યું છે. ઉપરાંત અધિકારીએ કહ્યુ કે, અગાઉ આ સિસ્ટમ નાગપુર શહેર, અમરાવતી શહેર અને પુણેના ગ્રામીણ વિસ્તારોમાં લાગુ કરવામાં આવી હતી. જાેકે, ઈમરજન્સી કે તહેવારો દરમિયાન મહિલા કર્મચારીઓના ડ્યુટી અવર્સમાં પણ વધારો કરી શકાય છે. પરંતુ આ સંબંધિત જિલ્લાના એસપી અથવા ડીસીપીની પરવાનગી મેળવવી જરૂરી છે.મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાની સંખ્યામાં ઝડપથી થઈ રહેલા ઘટાડાને કારણે રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કરવાની તૈયારી દર્શાવી છે. મુંબઈમાં બગીચા, રમતના મેદાન, પ્રવાસન સ્થળો, ઉદ્યાનો, પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમને શરતો સાથે ખોલવા માટે હાલ વિચારણા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યુ હતુ કે, મુંબઈમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. છતા રાજ્ય સરકા ટાસ્ક ફોર્સ સાથે પરામર્શ કરીને આગામી સમયમાં નિયંત્રણ હળવા કરશે. વધુમાં મ્સ્ઝ્રના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યુ કે, શારીરિક વ્યાયામ અને મોર્નિંગ વોક કોરોનામાં સ્વાસ્થ્ય માટે ગુણકારી સાબિત થઈ રહ્યા છે. તેથી, મેદાન અને બગીચાઓ ખોલવાની યોજના કરવામાં આવી રહી છે. જાે કે, આવી સ્થિતિમાં હોટલ અને રેસ્ટોરન્ટનો સમય રાત્રે ૧૦ વાગ્યાથી વધારીને ૧૧ વાગ્યા સુધી કરી શકાય છે.
