નવીદિલ્હી
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર ૯૪.૩૭ ટકા છે. ચેપનો દૈનિક દર ૧૫.૭૭ ટકા અને સાપ્તાહિક દર ૧૫.૭૫ ટકા નોંધાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૩,૮૯,૭૬,૧૨૨ લોકો સંક્રમણ મુક્ત થયા છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા ૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૩૦ લાખ અને ૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૪૦ લાખને વટાવી ગઈ હતી. ચેપના કુલ કેસ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૮૦ લાખ અને ૨૦ નવેમ્બરના રોજ ૯૦ લાખને વટાવી ગયા હતા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે ૪ મેના રોજ સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને ૨૩ જૂન, ૨૦૨૧ના રોજ ત્રણ કરોડને વટાવી ગઈ હતી. ૨૬ જાન્યુઆરીએ આ કેસો ચાર કરોડને વટાવી ગયા હતા.દેશમાં કોરોનાના કેસોમાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ મૃત્યુઆંક વધી રહ્યો છે. આ આંકડાઓ ભયાનક છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૨,૫૧,૨૦૯ નવા કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૪,૧૩,૦૨,૪૪૦ થઈ ગઈ છે, જ્યારે ૯૫૯ના મોત બાદ મૃત્યુઆંક વધીને ૪,૯૫,૦૫૦ થઈ ગયો છે. દેશમાં ૧૮,૩૧,૨૬૮ લોકો કોરોના વાયરસ ચેપ માટે સારવાર હેઠળ છે, જે ચેપના કુલ કેસના ૪.૪૩ ટકા છે. સોમવારે સવારે ૮ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડામાંથી આ માહિતી બહાર આવી છે.
