International

ચીનની વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ રદ થશે ?

ચીન
ચીનમાં યોજાનારી વિન્ટર ઓલિમ્પિકને હવે માત્ર ચાર દિવસ બાકી છે. ૪ ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ગેમ્સને કોરોના ફ્રી બનાવવા માટે ચીને બેઈજિંગની આસપાસના ઘણા વિસ્તારોમાં લોકડાઉન લાગુ કર્યું છે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આના કારણે ૨૦ લાખથી વધુ લોકોને કોઈ જાણ વગર પોતાના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે. તમામ સાવચેતી રાખ્યા બાદ પણ હવે બેઈજિંગમાં જૂન ૨૦૨૦ પછી સૌથી વધુ કોરોના સંક્રમિત છે. નેશનલ હેલ્થ કમિશનના રિપોર્ટ અનુસાર, બેઈજિંગમાં રવિવારે કોરોનાના ૨૦ નવા કેસ નોંધાયા છે. મોટાભાગના સંક્રમિત ફેંગતાઈ જિલ્લામાં મળી આવ્યા છે. ત્યાંના અધિકારીઓએ ઘણા રહેણાંક સંકુલો પર લોકડાઉન લાગુ કર્યું છે. આ સાથે અધિકારીઓએ શહેરના ૨૦ લાખ લોકોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરી છે. ચીનની રાજધાની બેઈજિંગમાં કોરોના વાઈરસના કેસ મળ્યા બાદ શહેરના ઉત્તરી જિલ્લાના ઘણા રહેણાંક વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે ચાઓયાંગ જિલ્લાના એન્ઝેનલી વિસ્તારને શનિવારે સીલ કરવામાં આવ્યો હતો અને કોઈને પણ પરિસરમાંથી બહાર જવાની મંજૂરી નથી. ચીન શુક્રવારે ઓલિમ્પિક ગેમ્સના ઉદ્‌ઘાટન સમારોહનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે તે જાેતાં બેઈજિંગ હાઈ એલર્ટ પર છે. ઓલિમ્પિકના આયોજનમાં રોકાયેલા કર્મચારીઓને બાકીના લોકોથી અલગ રાખવામાં આવી રહ્યા છે. આનું કારણ તેમને ચેપના જાેખમથી બચાવવાનું છે. સ્થળની અંદર દરરોજ ૬૦ હજાર લોકોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આયોજકોને શનિવારે ગેમ્સ સંબંધિત ૩૬ કેસ મળ્યા હતા. ૪ જાન્યુઆરીએ સ્થળ સીલ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ ચેપગ્રસ્ત મળી આવ્યા છે.

winter-olympics-2022-china.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *