મહારાષ્ટ્ર
રાજ્યમાં ફળ ઉત્પાદક ખેડૂતોના ઉત્પાદનને યોગ્ય ભાવ મળવો જાેઈએ અને રાજ્યની આવકમાં વધારો થવો જાેઈએ, મુખ્યત્વે આ બે હેતુઓને લઈને રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રાજ્યના કરિયાણાની દુકાનો, મોલ અને સુપરમાર્કેટમાં વાઈન વેચવા માટે મંજૂરી આપવામાં આવી છે. સુપરમાર્કેટ અથવા કરિયાણાની દુકાનોમાં જ્યાં વિસ્તાર એક હજાર ચોરસ ફૂટ અથવા તેથી વધુ હશે, ત્યાં હવે સ્ટોલ મૂકીને વાઇન વેચી શકાય છે. તેવા દરખાસ્ત સામે ખેડુત નેતા સદાભાઉ ખોતેએ કહ્યું કે, ‘રાજ્યની મહાવિકાસ અઘાડી વાસ્તવમાં મદ્ય વિકાસ અઘાડી છે. ફળ ઉત્પાદક ખેડૂતોની આવક વધારવાના નામે દુકાનદારી કરતા વાઈન વેચવાની પરવાનગી આપવામાં આવી છે. હવે ગામડાઓમાં દૂધની ડેરીઓ બંધ કરો અને વાઈનરીઓ ખોલો, મંદિરોમાં પાણીને બદલે વાઈન આપો, હવે ફક્ત આટલું જ બાકી રહ્યું છે. ‘જાે ખેડૂતો આટલી કાળજી રાખતા હોય, તો શેરડી ઉત્પાદકોએ સુગર મિલોમાં ખેડૂતોની ચુકવણી અંગેની શરતો સુધારવી જાેઈએ. ત્યારે સમજાશે કે તમે ખેડૂતોની કેટલી ચિંતા કરો છો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં કરોડોનો ભ્રષ્ટાચાર ખતમ કરવા તૈયાર નથી. કર્મચારીઓના મનમાં એક પ્રશ્ન છે કે શું ‘લાલપરી’ (રાજ્ય પરિવહન નિગમની બસો) બચશે કે નહીં, મોટા આવ્યા ખેડુતોની મદદ માટે વાઈન વેચવાની પરવાનગી આપીને હમદર્દ બનવા.
