ઊના – મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી (મનરેગા) યોજના હેઠળ નાના ખેડૂતોને કુવા (વાવા) ખોદવા તેમજ કુવો બનાવવા યોજનામાં સમાવેશ કરવા માંગણી. ભારત સરકારની યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોયજનામાં કુવા (વાવ) બનાવવાનો લાભ મળે છે. પરંતુ નાના ખેડૂતોને લાભ મળતો નથી. નાના ખેડૂતો માત્ર ૧૦ વીઘા જેટલી જમીન ધરાવતા હોય છે તે ખેડૂતો પોતાના સ્વખર્ચે પણ કુવા (વાવ) ખોદી શક્તા નથી. તેના કારણે ચોમાસાની સીઝન સમયેજ ખેતીમાં પાકની વાવણી કરીને માત્ર એકજ પાકનો લાભ લઇ શકે છે. અને બીજા આઠ મહીના ખેતર પડતર હોવાથી પરેશાની વેઠવી પડી રહી છે. આથી નાના ખેડૂતો લાચાર બની જતાં હોય છે. સરકાર ૧૦ વીઘાની જમીન ધરાવતા ખેડૂતોને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનામાં સમાવેશ કરવામાં આવે અને સરકાર ખેડૂતોને આ યોજનાનો લાભ આપશે તો નાના ખેડૂતોને ઘણો મોટો ફાયદો થાય તેમ છે. અને ખેડૂતોની આવક બમણી થશે અને ખેડૂત આખુ વર્ષ અન્ય બીજા પાકોનું વાવેતર કરી શકેશે તેવી માંગ સાથે ઉના નગર પાલીકા સદસ્ય ભાવીકાબેન ભાવેશભાઇ બાંભણીયાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી હતી.
