Gujarat

મહેબૂબ સંકુલ ફિઝિકલ એકેડમી અમરેલી દ્વારા ગૌરવ સન્માન સમારોહ યોજાયો.            

અમરેલી શહેર ના પ્રતાપપરા ના ભાગોળે આવેલ મહેબૂબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કેમ્પસ માં ગત દિવસો માં યોજાય ચૂકેલ પી.એસ.આઇ અને એલ.આર.ડી ના ફિઝિકલ પરીક્ષા માં કેમ્પસ માં રહી ભાગ લેનાર 32 ઉમેદવારો માંથી 25 ભાઈઓ અને બહેનો ઉમેદવાર ઉત્તીર્ણ થતા તમામ ઉમેદવારો ને સન્માનિત કરવા નો કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો વધુ વિગતો સંસ્થા દ્વારા આપતા જણાવ્યા અનુસાર સાંપ્રત પરિસ્થિતિ માં આ સંસ્થા ના સંચાલકો દ્વારા અહીં આશરો લેનાર દરેક સમાજ ના તમામ ઉમેદવારો ને રહેવા જમવા અને ઇનાયતખાન પઠાણ દ્વારા કોચિંગ ની વ્યવસ્થા ખૂબ સારી પ્રકારે પુરી પાડવા માં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉત્તીર્ણ થનાર ઉમેદવાર કહોર સેજલબા દ્વારા એમના વક્તવ્ય માં જણાવ્યું હતું કે આ સંસ્થા માં જેટલો સમય પસાર કર્યો તે સમય દરમિયાન અહીંયા  ના આયોજકો કે અન્ય લોકો દ્વારા કોઈ જ પણ પ્રકાર ના ભેદભાવ રાખ્યા વગર એમને સંપૂર્ણ સલામતી સાથે તમામ મદદ કરી અને આ પરીક્ષા માં ઉત્તીર્ણ થવા માં સંસ્થા અને કોચ દ્વાર જે પ્રકારે  હિંમત પુરી પાડી તે બદલ ખુબ જ હદય પૂર્વક નો સંસ્થા અને આયોજકો નો આભાર પણ વ્યકત કર્યો હતો. આ તકે ઉપસ્થિત આમંત્રિત મહેમાનો દ્વારા આ પરીક્ષા ફિઝિકલ પરીક્ષા  માં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો માટે થિયરી  કલાસરૂમ પણ શરૂ કરવામાં આવ્યા નું સંસ્થા વતી જણાવા માં આવ્યું છે ફિઝિકલ એકેડમી માં આવનાર વિદ્યાર્થી ઓ માટે આર્થિક પ્રકારે મદદરૂપ થનાર અમીનભાઈ હાલા સાહેબ નું સંચાલકો દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવા માં આવ્યું હતું અને સાથે ઉત્તીર્ણ 25 ઉમેદવારો ને પણ ઉમળકાભેર સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સંસ્થા દ્વારા વિવિધ પ્રકારે અહીં આવેલ ઉમેદવારો માટે વ્યવસ્થા ના ભાગરૂપે મદદ અને સવલતો પુરી પાડનાર તમામ લોકો નું અહીં સાથો સાથ સન્માન કરવા માં આવ્યું હતું જેમાં મસ્જીદે ફાતેમાં આદમ કમિટી શબિરભાઈ દલ તથા હુસેનભાઈ બેલીમ  સંસ્થા માં કોચ તરીકે સેવા આપનાર ઇનાયતખાન પઠાણ અને સંસ્થા અને ઉમેદવારો સાથે તાલમેલ રાખી અને તમામ પ્રકારે અન્ય મદદ માટે અડીખમ સાથ આપનાર નગરપાલિકા ના પૂર્વ ઉપપ્રમુખ શકિલબાપુ સૈયદ અને નગરપાલિકા ના વિપક્ષ નેતા સમીર કુરેશી નું પણ આ તકે સન્માન કરવા આવ્યું હતું ઉપસ્થિત મહેમાનો માં અમીનભાઈ હાલા,ફોરેસ્ટ અધિકારી શેખ સાહેબ, ઈકબલભાઈ ડેરૈયા,બાવભાઈ દામનગર, તૈલી સાહેબ,રફીકભાઈ મોગલ,જમાલભાઈ મોગલ,તન્વીરભાઈ ગિગાણી,શબિરબાપુ બુખારી,યુનુસભાઈ મોબતખપે,મુન્નાબાપુ ચિસ્તી જાવીદબાપુ કાદરી,યુસુભાઈ જે.ડી.,રાજુભાઇ મિલન,મુસાણી સાહેબ વકીલ,રફીકબાપુ પેપ્સીવાળા,યુસુફભાઈ પઠાણ,હાજી સલીમભાઈ કુરેશી,યાસીનભાઈ નુરી,કાલવાજી,દિલશાદ ભાઈ શેખ, મહમદભાઈ દલ,વજીરભાઈ બ્લોચ બાબભાઈ સૈયદ રુબીનાબેન બ્લોચ,મહેબૂબ ભાઈ અગવાન ફિરોઝભાઈ કુરેશી અમીનભાઈ માહિડા પાલિકા સભ્ય અશરફભાઈ રાઠોડ (ખનખન) જુબેરભાઈ નાગણી હાર્દિકભાઈ કનાડા સાહિતના ઓ નું આ તકે સંસ્થા સંચાલકો દ્વારા સન્માનિત કરવા માં આવ્યા હતા કાર્યક્રમ ને સફળ બનાવવા મહેબૂબબાપુ કાદરી ખલીલરહેમાન કાદરી (જિંગાબાપુ) અકિલભાઈ રઈસ શકિલબાપુ સૈયદ સમીર કુરેશી ઇનાયતખાન પઠાણ સાજીદભાઈ પઠાણ અને સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વહીદાબહેન સૈયદ દ્વારા કરવા માં આવ્યું હતું અને આ વીશાળ જગ્યા માં આટલું સુંદર આયોજન અને કોમી એખલાસ અને એકતા માટે કટિબદ્ધ  સંચાલકો ઉપર પણ ઉપસ્થિત મહેમાનો દ્વારા અભિનંદન ની વર્ષા કરવા માં આવી હતી.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *