Gujarat

પેટ્રોલિયમના કર્મચારીને નોટ બદલવાનું કહી ગઠિયો છેતરી ગયો

ભરૂચ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં દેવસારી ગામમાં રહેતો વિનોદ શિવરામ વસાવા અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલા રામેશ્વર પેટ્રોલિયમ ખાતે ફિલરમેન તરીકે નોકરી કરે છે, જે ગતરોજ નોકરી પર અન્ય કર્મચારી સાથે પંપ પર હતો. આશરે ૪૦ વર્ષીય અજાણ્યો શખ્સ નંબર પ્લેટ વિનાની મોટર સાઇકલ લઈને આવ્યો હતો અને કહ્યું કે, રૂપિયા ૧૦૦ના દરની દરની નોટો આપી ૫૦૦ અને બે હજારના દરની નોટો મળી બે લાખ રૂપિયા જાેઈએ છે. તારા શેઠ વિનેશ ધનુ પટેલ સાથે વાત થઈ છે. જેથી કર્મચારીએ માલિક સાથે ફોન કરતાં તેની પાસેથી ફોન છીનવી તે વાત કરવા લાગ્યો. જેથી શેઠના ઓળખીતા હોવાનું અનુમાન લગાવી કર્મચારીએ ડીઝલના પડેલા ૧.૩૦ લાખ રૂપિયા તેને આપ્યા હતા. ૧.૩૦ લાખ રૂપિયા આપ્યા બાદ બદલે ૧૦૦ની નોટો માંગતા તેણે સામે આવેલી બાળકોની હોસ્પિટલના ડોકટર આશિષ પટેલ અને જિગર પટેલ પાસે છે ત્યાથી અપાવું છું, તેમ કહેતા પેટ્રોલ પંપના બંને કર્મચારી તેની સાથે ગયા હતા. જ્યા કર્મચારી મંગળદાસ વસાવાને પીઝા આપવાની વાત કહી વિનોદ વસાવાને ડોક્ટર પાસે મોકલ્યો હતો. જ્યાં ડોકટરે રૂપિયા મંગાવ્યા નથી તેમ કહેતા તેણે મંગળદાસ વસાવાને ફોન કરતાં તેણે જણાવ્યુ કે, તે શખ્સ ચાવી લેવાનું કહી ફરાર થઈ ગયો છે. આ અંગે બંને કર્મચારીઓ છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેઓએ છેતરપિંડી અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. છેતરપિંડી કરનાર ગઠિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *