ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ વેરાવળ તરફથી શ્રી આજોઠા કન્યા શાળાને શ્રી અંજનાબેન મકવાણા તા.પ્રા.શિ.વેરાવળ, શ્રી ડોડિયાસાહેબ બી.આર.સી.વેરાવળ તથા રેયોન કંપની ના અધિકારી ગણની હાજરીમાં ૨૮૦૦૦/- રૂ. કિમંતનું EPSON PROJECTOR ભેટઆપવામાં આવેલું છે ત્યારે આ ડિઝિટલ યુગમાં શાળામાં ટેબ્લેટ શિક્ષણ, કોમ્પ્યુટર શિક્ષણ, એજ્યુકેશન સોફ્ટવેર શિક્ષણ, બાયસેગશિક્ષણ, ઓનલાઇન શિક્ષણ તો આપવામાં આવી જ રહ્યુ છે ત્યારે હવે વધુ એક ડિઝિટલ ફેસીલીટી નો વધારો થતા ધોરણ ૮ ના વર્ગનેસ્માર્ટ ક્લાસરૂમ બનાવી પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપવામાં આવશે ત્યારે આ ક્ષણે સ્ટાફ ગણ તથા એસએમસી પરિવાર જન સેવાટ્રસ્ટનો આભાર વ્યક્ત કરતાની સાથે ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે તેવું શાળાના આચાર્યશ્રી જગદિશ વાઢિયા યાદીમાંજણાવે છે.


