મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ એ.યુ.સ્મોલ ફાઈનાન્સ બેન્કના સૌજન્ય અને નગરપાલિકાના સહયોગ થી કઠલાલ માં દિશાસુચક બોર્ડ લગાવવાની કામગીરી કરાઈ.અવરજવર કરનાર લોકોને કઠલાલ ગામની જરૂરી જગ્યાઓની માહિતી મળી રહે અને ત્યાં પહોંચી શકાય તેવા ઉદ્દેશ્ય થી ખોડીયાર માતાજી ના મંદીર,અમદાવાદ રોડ ,બાલાશિનોર રોડ સહિતના વિસ્તારોમાં દિશાસુચક બોર્ડ લગાવવામાં આવ્યા આ કાર્યક્રમમાં કઠલાલ નગરપાલિકાના પ્રમુખ,ઉપ પ્રમુખ,ચેરમેન સી.ઓ. તેમજ સભ્યો અને એ.યુ.બેંકના કુલદીપ સુરતી રિઝનલ મેનેજર,મનીષ ઝવેરી,સુનિલ કુમાર શાહ તેમજ આકાશ સોની સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

