Gujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૨-૨૩નું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું

અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૨-૨૩નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ઓનલાઇન વીડિયો-કોન્ફરસના માધ્યમથી રજૂ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે રૂ. ૮૧૧૧ કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં અમદાવાદીઓ પર કોઈપણ જાતના વેરાનો વધારો કરવામાં આવ્યો નથી. એ જાેતાં આ બજેટ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચાલુ વર્ષે સ્વચ્છ, સ્વસ્થ અને પ્રદુષણમુક્ત બજેટ મૂકવામાં આવ્યું છે. ભાજપશાસિત સ્ટેન્ડિંગ કમિટી સુધારા-વધારા કરી અંદાજિત ૧૦ ટકાનો વધારો કરી રૂ. ૮૫૦૦ કરોડની આસપાસનું બજેટ મંજૂર કરશે. આજે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ નાદુરસ્ત તબિયતને કારણે ઘરેથી ઓનલાઈન જાેડાયા હતા. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના અન્ય સભ્યો અને પદાધિકારીઓ બજેટ બેઠકમાં હાજર રહ્યા હતા.

Ahmedabad-Municipal-Corporation-Budget.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *