Maharashtra

રાહુલ ભારત-વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીની પ્રથમ વનડે નહીં રમે

મુંબઈ
કેએલ રાહુલ હજુ સુધી અમદાવાદમાં ટીમ ઈન્ડિયા સાથે જાેડાયો નથી. જ્યારે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે મ્ઝ્રઝ્રૈં એ પણ કહ્યું હતું કે કેએલ રાહુલ બીજી વનડેથી ટીમ ઈન્ડિયાની સાથે હશે. જાે કે, પછી આવું શા માટે થશે તેનું કારણ આપવામાં આવ્યું ન હતું. કેએલ રાહુલ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વનડે શ્રેણીમાં ભારતનો કેપ્ટન હતો. તેણે રોહિત શર્માની ગેરહાજરીમાં આ જવાબદારી નિભાવી હતી. જાેકે, કેપ્ટન તરીકે તેની શરૂઆત સારી રહી ન હતી અને ટીમ ઈન્ડિયા ર્ંડ્ઢૈં શ્રેણીમાં ૩-૦ થી હારી ગઈ હતી. આ પહેલા તેણે ટેસ્ટ સિરીઝ દરમિયાન એક મેચમાં પણ કેપ્ટનશીપ સંભાળી હતી. જેમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત અને વેંકટેશ ઐયર અથવા દીપક હુડાને મિડલ ઓર્ડરમાં લેવામાં આવી શકે છે જાે કેએલ રાહુલ પ્રથમ વનડેમાં નહીં રમે. શ્રેયસ ઐયર પણ રમે તેવી શક્યતા હતી પરંતુ તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં તેના રમવા પર શંકા છે. ર્ંડ્ઢૈં સિરીઝ દરમિયાન દ્ભન્ રાહુલ ઓપનિંગને બદલે મિડલ ઓર્ડરનો ભાગ છે. શિખર ધવન ઓપનિંગમાં રોહિત શર્મા સાથે રમવાનો હતો. પરંતુ ધવન પણ કોરોનાની ઝપેટમાં છે. મયંક અગ્રવાલનો વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે એવું માનવામાં આવે છે કે તે રોહિત શર્મા સાથે વનડેમાં ઓપનિંગની જવાબદારી નિભાવી શકે છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વનડે સીરીઝ બાદ કોલકાતામાં ત્રણ ટી-૨૦ મેચ રમાશે.કેએલ રાહુલ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૬ ફેબ્રુઆરીએ રમાનાર પ્રથમ ર્ંડ્ઢૈં મેચમાં નહીં રમે. તેઓ આ મેચમાંથી બહાર થઈ જશે. એવું કહેવાય છે કે બહેનના લગ્નને કારણે કેએલ રાહુલ ભારત-વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીની પ્રથમ વનડે નહીં રમે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે વર્કલોડ મેનેજમેન્ટના સંદર્ભમાં કેએલ રાહુલ પ્રથમ વનડેથી દૂર છે. ર્ંડ્ઢૈં શ્રેણી અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

KL-Rahul.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *