Gujarat

દારૂ પીને યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો ઃ પોલીસે ઝડપી લીધો

નડિયાદ
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સિલ્વર ફ્લેટના સી/૩૬માં રહેતા ૨૮ વર્ષિય સંજય રાજેન્દ્રભાઈ શર્માને ગત રોજ કોર્ટની ઇન્ક્‌વાયરીના કામે નડિયાદ આવવાનું થયું હતું. તેઓ નડિયાદ પશ્ચિમની મિશન પોલીસ ચોકીમાં ઇન્ક્‌વાયરીના કામે નિવેદન લખાવવા આવ્યા હતા. ચોકીમાં હાજર પોલીસ કર્મી જીવણભાઈ તથા અન્ય લોકોને સંજય પોતે દારૂના નશામાં હોવાની શંકા ગઇ હતી. આથી પોલીસે પંચોને બોલાવી સંજયનું મોઢું સુંઘતા તેના મોઢામાંથી અસહ્ય દારૂની દુર્ગંધ આવતી હતી. ઉપરાંત તેની આંખ પણ લાલ હતી. આથી પોલીસે સંજય શર્માની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવી પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે.

Police-station-in-Nadiad-West.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *