મુંબઈ
શાહિદ આફ્રિદીને જાણે કે ધોળા દિવસે તારા બતાવવા સમાન ધોલાઇ કરી હતી. ઈસ્લામાબાદ યુનાઈટેડના બેટ્સમેનોએ મેચમાં છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા હતા. ઈસ્લામાબાદના ૩ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી અને બીજી તરફ ક્વેટા ગ્લેડીયેટર્સના બોલરોએ હોલસેલના દરે રન લૂંટાવી દીધા હતા. જેમાં ખાસ કરીને શાહિદ આફ્રિદી ખરાબ રીતે પીટાયો હતો, જેણે ૪ ઓવરમાં ૬૭ રન આપ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ઈસ્લામાબાદે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૨૯ રનનો પર્વત જેવો સ્કોર ક્વેટા ગ્લેડીયેટર્સ સામે બનાવ્યો હતો. ઁજીન્ ૨૦૨૨ માં શાહિદ આફ્રિદીની આ પ્રથમ મેચ હતી, તેને કોવિડ થયો હતો અને તેને પોતાના ઘરે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. જાેકે, આફ્રિદીની વાપસી ઘણી નિરાશાજનક રહી. આફ્રિદીએ તેની ૪ ઓવરમાં ૮ સિક્સર લુટાવી હતી અને તેણે પ્રતિ ઓવર ૧૬.૮૦ રન આપ્યા હતા. હોલસેલ રન લુટાવનાર શાહિદ આફ્રિદી ઁજીન્ ઈતિહાસમાં સૌથી વધુ રન આપનારો બોલર બની ગયો છે. આફ્રિદી પહેલા ગત સિઝનમાં જ ઝફર ગોહરે ૪ ઓવરમાં ૬૫ રન આપ્યા હતા. ૨૦૧૯માં શાહીન આફ્રિદીએ પણ ૪ ઓવરમાં ૬૨ રન આપ્યા છે. આમ હવે આફ્રિદી પીએસએલના ઇતિહાસમાં સૌથી વધુ ધુલાઇ થયેલા બોલર તરીકે પ્રથમ સ્થાને નોંધાઇ ગયો છે. ઈસ્લામાબાદ યુનાઈટેડના બેટ્સમેનોની વાત કરીએ તો પોલ સ્ટર્લિંગે માત્ર ૨૮ બોલમાં ૫૮ રનની ઈનિંગ રમી હતી. તેના બેટ વડે ૩ છગ્ગા અને ૭ ચોગ્ગા હતા. કોલિન મુનરોએ ૩૯ બોલમાં અણનમ ૭૨ રન બનાવ્યા હતા. આઝમ ખાને પણ ૩૫ બોલમાં ૬૫ રનની ઇનિંગ રમી હતી. તેના બેટમાં ૬ છગ્ગા અને ૨ ચોગ્ગા હતા. ઇસ્લામાબાદ ટીમ તરફ થી ૧૭ ચોગ્ગા અને ૧ છગ્ગા નોંધાયા હતા. એહસાન અલીએ પણ ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી ૨૭ બોલમાં ૫૦ રનની શાનદાર ઇનિંગ રમી હતી. એહસાને ૮ ફોર અને ૧ સિક્સર ફટકારી હતી. ઇસ્લામાબાદે મેચમાં ક્વેટા ગ્લેડીયેટર્સ ને ૪૩ રન હાર આપી હતી. ક્વેટા ગ્લેડીયેટર્સની ટીમ ૧૮૬ રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. હસલ અલીએ ક્વેટા તરફ થી અર્ધશતકીય ઇનીંગ રમી હતી. કોલિન મુનરોને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
