Gujarat

જેતપુરના વડાસડામાં સરપંચના પતિનો કાંઠલો પકડી ‘તમારા જેવાને ખુરશી પર બેસવાનો અધિકાર નથી’કહી 6 શખસે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા

ફરિયાદી પહેલા કોંગ્રેસમાં સક્રિય હતા, આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું
જેતપુરના વડાસડા ગામે મહિલા સરપંચના પતિનો કાંઠલો પકડી 6 શખસોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં મહિલા સરપંચના પતિએ જણાવ્યા અનુસાર, આ તમામ શખસોએ મને ‘તમારા જેવાને ખુરશી પર બેસવાનો અધિકાર નથી’ એવું કહ્યું હતું. ચૂંટણીનો ખાર રાખી આવું કરવામાં આવ્યું છે.
જેતપુરના વડાસડા ગામે રહેતા સરપંચના પતિ દેવજીભાઇ હરજીભાઇ ખુમાણએ ફરિયાદમાં અંકુર છગનભાઇ વોરા, સતીશ કરશનભાઇ વોરા, ગેલાભાઇ મઢવી, રાજેશ ભીમજીભાઇ ડોબરીયા, ઝવેર આંબાભાઇ વોરા અને ભીમાભાઇ આંબાભાઇ ડોબરીયાનું નામ આપતા જેતપુર પોલીસમાં તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. દેવજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે રહું છું અને મારે ખેતીની 15 વીધા જમીન છે. તેમાં ખેતીકામ કરીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું.મારી પત્ની અનામત બેઠક પરથી સરપંચ પદે ચૂંટાઈ છે 19 ડિસેમ્બરના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારા પત્ની પ્રભાબેન અનામત બેઠક પરથી સરપંચ તરીકે ચૂંટાયા હતા. મારે સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ છે 2 ફેબ્રુઆરીના રોજ બપોરના 12 વાગ્યે હું અને અમારા ગામના ગ્રામ પંચાયતના સભ્યો રાજેશભાઇ રાઘવભાઇ શીંગાળા, દિવ્યેશભાઇ વ્રજલાલભાઇ શીંગાળા, મહિપતસિંહ શીવરાજસિંહ પરમાર અને ગ્રામ પંચાયતના મહિલા સભ્યોના પતિ રાવતભાઇ હમીરભાઇ ભેડા, ઇન્દ્રજીતસિંહ ભવાનસિંહ ચૌહાણ, ભીખાભાઇ કેશુભાઇ ચૌહાણ અને વીરાભાઇ સુરાભાઇ રાઠોડ બધા અમારા વાડાસડા ગામની ગ્રામ પંચાયતમાં આગામી સમયમાં કરવાના થતા કામ બાબતે ચર્ચા કરવા ભેગા થયાલ હતા. તેમજ અમારા ગામના તલાટી કમ મંત્રી પંચાયતનું કામ કરતા હતા.આ વખતે બપોરના સવા એક વાગ્યે મારા મોબાઇલ ફોન પર અમારા ગામના અંકુર છગનભાઇ વોરાનો ફોન આવ્યો હતો અને વાત કરી કે સરપંચ તમે પંચાયતે આવી ગયા તો મેં કહ્યું કે હું આવી ગયો છું તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ બપોરના દોઢેક વાગ્યે આ અંકુર છગનભાઇ વોરા, સતીશ કરશનભાઇ વોરા, ગેલાભાઇ મઢવી , રાજેશ ભીમજીભાઇ ડોબરીયા, ઝવેર આંબાભાઇ વોરા, ભીમાભાઇ આંબાભાઇ ડોબરીયા ગ્રામ પંચાયતે આવ્યા હતા. તેમાનો અંકુર વોરા કહેવા લાગ્યો કે, આમાં સરપંચ કોણ છે તેમ કહી તલાટી કમ મંત્રીને પૂછ્યું તો તલાટી કમ મંત્રીએ મારા તરફ ઇશારો કર્યો હતો. બાદમાં અંકુરે કહ્યું કે તે સરપંચ નથી. જે સરપંચ તરીકે ચૂંટાયા છે તેને જ આ ખુરશી પર બેસવાનો અધિકાર છે. તેમ કહેતા હું ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં આવતો રહ્યો હતો અને મેં મારા નાના દીકરા પ્રવિણને ફોન કરી મારા પત્ની પ્રભાબેનને ગ્રામ પંચાયતે બોલાવ્યા હતા. મારા પત્ની જેને વાડાસડા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાયા હોય અને ચાર્જ સંભાળ્યો હોય તે ગ્રામ પંચાયતની ઓફિસમાં અંદર જતા આ બધા લોકો મારી પત્નીને જોર જોરથી કહેવા લાગ્યા કે તું સરપંચ બની હોય તો અમે તારાથી ડરતા નથી. તમને આ ખુરશી પર બેસવાનો અધિકાર જ નથી. બાદમાં હું ગ્રાઉન્ડમાં ઉભો હોય ત્યાં આ બધા લોકો આવીને મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા અને તેમાના અંકુર વોરાએ મને કહ્યું કે આવાને હું મારી નાખું તો પણ પત્તો ન લાગે તેમ કહી મૂંછ ઉપર હાથ ફેરવતો હતો અને આ બધા મને કહેતા હતા કે તું અહીંથી બહાર નીકળ અહીંયા તારો કોઇ અધિકાર નથી તેમ કહી આ બધા લોકો જતા રહ્યા હતા. આ અંગેની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220204-183056__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *