Gujarat

અભિનેતા સુનીલ શેટ્ટી સાસણ ગીરની મુલાકાતે

 

જૂનાગઢ
બોલીવુડના જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટી સોરઠના મહેમાન બન્યા છે. સાસણ ગીર ફરવા માટે શનિવારે સવારની ફ્લાઈટમાં અભિનેતાનું રાજકોટ એરપોર્ટ પર આગમન થયુ હતુ. બાદમાં તેઓ પોતાના ગુજરાતી મિત્ર સાથે સાસણ પહોંચ્યા હતા. હોટલમાં ગુજરાતી ભોજનનો લ્હાવો લઈ વખાણ કર્યા હતા. બાદમાં જીપ્સી કારમાં સવાર થઈ સાસણ ગીરની ડેડકીયાળી જંગલ સફરીમાં ફરી સિંહ દર્શન કર્યા હતા. અભિનેતા સુનીલ શેટ્ટી સફારીની મુલાકાત દરમ્યાન બે સિંહ અને ત્રણ સિંહણના દર્શન કરી પ્રભાવિત થયા હતા. આ તકે અભિનેતાએ ગીર જંગલના ઘરેણા સમાન સિંહોને જાેઈ ખુશી વ્યક્ત કરી હતી. અભિનેતાએ ગીર જંગલ સફારીની મુલાકાત લીધા બાદ એક મિત્રના સાસણ ગીરના રીસોર્ટમાં ચાલી રહેલ લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી.બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટી ગઈકાલથી સોરઠની મુલાકાતે આવ્યા છે. અહીં જિલ્લાના પ્રખ્યાત સાસણ ગીરમાં રાત્રી રોકાણ કરી ગીર સફારીની મુલાકાત લઈ પાંચ જેટલા જંગલના રાજા સિંહ અને સિંહણને નિહાળી અભિનેતા સુનીલ શેટ્ટી પ્રભાવિત થયા હતા. સાસણ ગીરના એક રીસોર્ટમાં તેના પરિચીતના લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સાસણની મુલાકાતના વીડિયો શેર કરી ગીરનું ઘરેણું એવા સિંહોને નિહાળી ખુશી વ્યકત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *