Gujarat

સુરતમાં માનસિક બીમારીથી પિડાતી મહિલાએ ધાબા પરથી પડતા મોત

 

સુરત
સુરતમાં ગોડાદરા કેશવ નગરમાં ત્રીજા માળે ધાબા પરથી શંકાસ્પદ રીતે ૩૦ ફૂટની ઉંચાઈએથી પટકાયેલી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજતા પોલીસે તપાસ હાથ ધરી છે. બનેલી ઘટનામાં પરિવારે કહ્યું કે ગુડ્ડીદેવીની માનસિક બીમારીની દવા ચાલી રહી હતી. ઉંઘ ખુલી ત્યારે ખબર પડી કે પત્ની નીચે પટકાય છે. પોલીસે જણાવ્યું હતું કે કોઈ મહિલા ધાબા પરથી નીચે પટકાયા બાદ મોતને ભેટી હતી. સ્થળ તપાસ કરતા મહિલા ગ્રાઉન્ડ સાથેના બે માળ પછીના ધાબા પરથી શંકાસ્પદ રીતે નીચે પટકાય હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં મરનાર ગુડ્ડીદેવી પ્રજાપતિ ઉ.વ ૩૫ હોવાનું જાણવા મળ્યું છે. પરિવારે કહ્યું હતું કે તેઓ મૂળ બિહારના રહેવાસી છે. સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. પતિ મજૂરી કામ કરે છે. લોકોની બૂમાબૂમ બાદ ઉંઘમાંથી ઉઠીને દોડતા પત્ની નીચે પટકાયા બાદ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. ગુડ્ડીદેવી માનસિક બીમાર હોવાની દવા ચાલી રહી હતી.

Woman-killed-after-falling-from-third-floor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *