Gujarat

વાહનોમાં ફિટનેસ સારૂં આર.ટી.ઓ જામનગર દ્વારાજામનગર જિલ્લામાં ખાસ ફિટનેસ કેમ્પનું આયોજન

 

જામનગર તા.૧૦ ફેબ્રુઆરી, જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, વાહનવ્યવહાર કમિશનરશ્રીની કચેરી ગાંધીનગરનાં આદેશ મુજબ વાહનોના ફિટનેસ માટે સામાજિક અંતર જળવાઇ રહે તે માટે આર.ટી.ઓ. જામનગર દ્વારા જામનગર જિલ્લામાંતા. ૨૧/૦૨/૨૦૨ના રોજ કાલાવડ મું. જી.ઇ.બી. ઓફીસની સામે, વાવડી રોડખાતે,તા. ૨૨/૦૨/૨૦૨ના રોજ ધ્રોલ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયોડીઝલ પંપ પાસે, તા. ૨૩/૦૨/૨૦૨ના રોજ લાલપુર અને જામજોધપુર ખાતેવાહનોના ફિટનેશ થશે.

ઉપરના સ્થળ અને તારીખે માત્ર ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફિટનેશ થશે. ફિટનેશ રીન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *