આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 13 ફેબ્રુઆરી, રવિવાર ના રોજ લેવાનારી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. 2018 માં યોજાનાર આ પરીક્ષા પેપર ફૂટી જવાની ઘટના ને કારણે રદ કરવી પડી હતી અને ફરીથી પરીક્ષા યોજાવાની હતી પણ ગુજરાતની ભાજપની સરકાર દ્વારા જાણે કે મિશિન બેરોજગાર યુવાનોના રોજગાર ની વિરોધી સરકાર હોય એમ છેલ્લા 7 વર્ષ માં 9 થી વધારે વખત પરિક્ષા ના પેપર લિંક થયા છે અને પરીક્ષાઓ રદ થઇ છે. બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ની પરીક્ષા ૨દ થયા બાદ યુવાનો સૌથી ને પરીક્ષાની તૈયારીમાં લાગ્યા હતા પરંતુ સરકારના અને ગૌણ સેવા પસંદગી મંડળ ના વહીવટ ને કારણે ફરીથી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે જેવી પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાની ફરી એકવાર નિરાશ અને હતાશ થઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસ અને યુવક કોંગ્રેસ અન્યાયનો ભોગ બનનાર યુવાનોના સમર્થનમાં છે અને યુવાનોને ન્યાય મળી રહે તે માટે કટિબદ્ધ છે. તેઓને માંગણી છે કે ગુજરાત ના બેરોજગાર શિક્ષિત યુવાનો ની જિંદગી સાથે રમત રમવાનું બંધ કરીને વહેલી તકે પ્રમાણિકતાથી, તટસ્થ રીતે, ચુસ્ત બંદોબસ્ત રીતે પરીક્ષાઓ લઈને બેરોજગાર શિક્ષિત યુવાનો ને નોકરી આપે. અથવા આવનાર દિવસો માં ઉગ્ર આંદોલનો થશે યુવાનો રોડ પર ઉતરશે જેની સરકારી તંત્ર ગંભીરતાથી નોંધ લે તેવું જણાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

