Gujarat

બનાવટી ચલણી નોટોના ગુન્હાના કુખ્યાત વોન્ટેડ આરોપીને જિલ્લા એસોજી ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો,,,  

સદર આરોપી હત્યાઓ, ચોરી, લુંટ, ધાડ, ખંડણી, ઠગાઇ તથા ગેરકાયદેસર હથીયાર રાખવાના તથા ઇગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ કુખ્યાત આરોપી હોવાનો તપાસમાં બહાર આવ્યું,
  છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરગામના ભૂંસાના વેપારીને (૧) અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી રહે. વડોદરા  તથા બે અજાણ્યા માણસોએ ફરિયાદીને ભુસાના રૂ. ૫,૪૦,૫૦૦/-આપેલ જેમાં ૫૦૦ ના દરની કુલ નંગ.૧૦૮૧ બનાવટી ચલણી નોટો આપી હતી તેમજ વ  આરોપીએ ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપેલ જેની ફરિયાદ પાનવડ પોલીસ મથકે નોંધાય હતી, જેની તપાસ એસઓજી છોટાઉદેપુર ને સોંપવામાં આવી હતી,
જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકના  સીધા માર્ગદર્શનમા  ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. તેમની ટીમના માણસો સાથે સદર ગુનાની તપાસ કરી આરોપી વિરૂધ્ધના પુરાવા મળી આવતા ગુનાના મુખ્ય આરોપી અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણીએ ગુનો કરવામાં જે મોબાઇલનો ઉપયોગ કરેલ હોય જે મોબાઇલ નંબર અંગેની તપાસ કરતા બન્ને ફોન નંબર અન્ય કોઇ વ્યકતીના નામે આરોપીએ લીધેલા હોય જેથી મોબાઇલ નંબરના કાર્ડ ધારકોની તપાસ વડોદરા તથા ગોધરા ખાતે કરવામાં આવેલ અને આરોપીનું રહેણાક વડોદરા છાણી ખાતે હોવાનું જણાઇ આવેલ જેથી વડોદરા છાણી વિસ્તારમાં તપાસ કરતા આરોપી પોતાનું મકાન વડોદરા પ્રસાંતી ગ્રીન્સ સોસાયટી સોખડા રોડ છાણી વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળેલ જેથી તે જગ્યાએ તપાસ કરતા આરોપી પોતાનો ફલેટ વેચી નાખી અન્ય કોઇ જગ્યાએ રહેવા જતા રહેલા હોવાનું પ્રસાંતી ગ્રીન્સ સોસાયટીમાંથી જાણવા મળેલ ત્યાર બાદ વડોદરા તથા ગોધરા ખાતે ટીમના માણસો સાથે સધન તપાસ કરવામાં આવેલ તેમજ ટેકનીલ વિભાગની મદદ લઈ અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી, મેસાપુરા ગામ તા. વડોદરા તરફ પોતાની સ્વીફટ ગાડી લઇને જતો હતો જેનો પીછો કરી  ગાડીમાંથી ઉતરી બાજુની વાડી વિસ્તારમાં ભાગેલ પરંતુ વાડીના સેઢા ઉપર લોખંડના તારની ફેન્સીંગ કરેલ હોય તે કુદીને ભાગવા જતા આરોપીને પગના ભાગે તથા શરીર ઉપર લોખંડના તારથી ઇજાઓ થવા છતા આરોપી ભાગવા જતા એસ.ઓ.જી. ટીમના સ્ટાફના માણસોએ ભેગા મળી કોર્ડન કરી આરોપીને પકડી પાડવામાં આવેલ છે આરોપીએ પોતાના સાગરીતો સાથે ઉપરોકત ગુનો કરેલ હોવાની કબુલાત કરેલ છે આરોપી ગેંગના વધુ માણસોને પકડવા માટે ચક્રો ગતીમાન કરેલ છે અને ગુનાની તપાસ ચાલુ છે.,,,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220211-140243_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *