Gujarat

જેતપુર ખોડલધામ પાસે આવેલ ખંભાલિડા ગામે માલધારી પર હુમલો કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો

ખૂંખાર દીપડો પાંજરે પૂરાતા વનવિભાગ અને ગ્રામજનોએ  રાહતનો શ્વાસ લીધો
 પ્રતિવર્ષ શિયાળા દરમિયાન વન્યપ્રાણીઓની અવર જવર રહેતી હોય છે ત્યારે ખોડલધામ પાસે આવેલ અને ગોંડલ તાલુકાના ખંભાલિડા ગામે માલધારી પર દીપડાએ હુમલો કરતા વનતંત્ર હરકતમાં આવ્યું હતું અને ભંડારિયા પાસે પાંજરૂ મુકતા દીપડો પાંજરે પુરવા મજબૂર થવા પામ્યો હતો
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ખંભાલિડા ગામે રહેતા અને માલઢોર ચરાવવા નું કામ કરતા મંડાભાઈ કાબાભાઈ ટોળીયા ઉપર ખુંખાર દીપડાએ હુમલો કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા ઘટના અંગેની જાણ વનવિભાગને કરવામાં આવતા ફોરેસ્ટર બી ગોહીલ પી એલ ચુડાસમા તેમજ એસ.ટી ચુડાસમા સહિતના વનવિભાગના સ્ટાફે તપાસના ચક્રોગતિમાન કરી દીપડાને ઝડપવા કવાયત હાથ ધરી હતી ગતરાત્રીના ભંડારીયા ગામ પાસે પાંજરૂ મુકવામાં આવતા આખરે વહેલી સવારે દીપડો પાંજરે પુરવા પામ્યો હતો વનવિભાગની સાથે સાત આ વિસ્તારના ખેડૂતો અને માલધારી ઓ એ રાહતનો શ્વાસ લીધો હતો. ખંભાલીડા પંથક ખાસ કરીને જંગલ વિસ્તાર ગણાય છે.વિસ્તાર ના અગ્રણી  એ જણાવ્યુ કે એક નહી આઠ જેટલા દિપડા આ વિસ્તાર મા વિહરી રહ્યા છે.સદનશીબે રંજાડ નહી હોવાથી ફોરેસ્ટ વિભાગ ને જાણ કરાઇ નથી.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220211-WA0137.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *