Gujarat

વીરપુરમાંથી સાત વર્ષ પહેલા ગુમ થયેલી યુવતી મધ્યપ્રદેશથી મળી

જિલ્લાની અન્ટિહ્યુમન ટ્રાફિકિંગ યુનિટે તેના વતનમાંથી શોધી પરિવારને સોંપી
વિરપુરમાંથી સાત વર્ષ પહેલા ગુમ થયેલી યુવતીને જિલ્લાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે તેના વતન મધ્યપ્રદેશથી શોધી કાઢી પરિવારને સોંપી હતી.રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણા દ્વારા જિલ્લાના ગુમ-અપહરણ થયેલ બાળકોને શોધવા સૂચના કરેલી તથા ગુમ-અપહરણ ડ્રાઈવ ચાલતી હોય જે અનુસંધાને વીરપુરમાં સાત વર્ષ પહેલા તા.21-02-2015ના સમીબેન કુવરસીંગ બહારદુરસીંગ વસીલા (રહે.તુલસી ભરડીયામા વિરપુર, તા.જેતપુર, મુળગામ કુરતળાવ, તા.રાણપુર, જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) તુલસી ભરડીયા ખાતે
મજુરી કરતી હતી ત્યારે સાતેક વર્ષ પહેલા ગુમ થયેલી હતી જે બાબતે એલસીબી પોલીસ ઈન્સ.એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ એએચટીયુ શાખાના ઈ.ચા. પોલીસ ઈન્સ ટી. એસ.રીઝવી તથા એએસઆઈ જગત ભાઈ તેરૈયા તથા પીસી મનોજભાઈ બાયલ ગુમ થનાર અંગે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સ્પોર્ટ લઈ આ કામે ગુમ થનારને તેમના વતન ખાતેથી શોધી કાઢી તેના વાલીનો સંપર્ક કરી રાજકોટ ખાતે બોલાવી યુવતીને પરત સોંપી હતી
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220211-WA0139__01__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *