ઊના વેરાવળ રોડ પર આવેલલ ગોંદરા ચોક નજીક વર્ષો જુની મીઠી વાવ નામથી ઓળખાતી આા વાવ પડતર હોય તેમાં માનસીક અસ્થિર મગજના યુવાન અચાનક વાવમાં પડતી જતાં રાડોરાડ કરવા લાગતા આજુબાજુના લોકો એકઠા થઇ ગયેલ અને તાત્કાલીક નગર પાલીકા ફાઇર ફાઇટર તેમજ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોચી ગયેલ અને યુવાનોને દોરડા વડે બહાર કાઢી લોકોએ પાણીથી નવરાવેલ હતો. જોકે આા યુવાન પાસેથી પાન કાર્ડ આઇડેન્ટી કાર્ડ મળી આવેલ જેમાં તેમનું નામ પ્રવિણભાઇ કબાભાઇ સરવૈયા મૂળ અમરેલી જીલ્લાનો હોવાનું અને આ યુવાન હોસ્પીટલમાં દાખલ હોય ત્યાંથી ભાગી આવેલ હોવાનું જાણવા મળેલ. અને પડતર જુના કુવામાં પડી જતાં આ વિસ્તારના લોકોએ યુવાનનો જીવ બચાવી માનવતા દાખવી હતી. આ અંગે પોલીસે યુવાનની પુછપરછ કરી તેમના પરીવારનો સંપર્ક કરાયેલ.


