Gujarat

ઊનામાં વેરાની રકમ ભરપાઇ નહી કરનાર વધુ ચાર આસામીની મિલ્કત સીલ કરાય….

ચાર આસામીની વેરાની રકમ રૂ.૧,૬,૨૦૨ ભરપાઇ ન કરતા મિલ્કત સીલ કરાય…ઊના નગર પાલીકા વેરા વસુલાત વિભાગ દ્રારા શહેરમાં જુદા જુદા વેરાઓની વસુલાતની રકમ બાકી હોય તેવા મિલ્કત ધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉના શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી મિલ્કત ધારકોના વેરાની રકમ લાંબા સમય સુધી ભરપાઇ કરી ન હોય અને અવાર નવાર નોટીસો નગર પાલીકા દ્રારા આપવામાં આવેલ હોવા છતાં આસામીઓ દ્રારા વેરો ભરપાઇ કરવામાં ન આવતા ન.પા. દ્રારા મિલ્કતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ હતી.

નગર પાલીકા ચિફ ઓફીસરની સુચનાથી વસુલાત અધિકારી અશ્વિનભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ પુંજાભાઇ ભીંટ, ગીરીશભાઇ વોરા સહીત કર્મચારી સ્ટાફે મિલ્કત વેરાઓની વસુલાત ઝુંબેશ અંતર્ગત અગાઉ મિલ્કત ધારકોએ વેરો ભરપાઇ ન કરતા ઢોલ વગાડી તેમજ નળકનેક્શન કાપી કાર્યવાહી હાથ ધરેલ હતી.  હીરાગોરી લાલચંદ મહેતા, રમણીકલાલ, મનસુખલાલ વી દોશી રહે. પારેખવાડા, વાસાચોક, હવેલી શેરી આમ અલગ અલગ વિસ્તારોમાં મિલ્કત વેરાની રકમ કુલ રૂ. ૧ લાખ ૬ હજાર ૨૦૨ ની ભરપાઇ નહી કરતા ચાર આસામીની મિલ્કત સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ શહેરમાં મિલ્કત ધરાવતા આસામીઓ વેરાની ભરપાઇ કરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં મિલ્કત સીલ કરી કડક  કાર્યવાહી હાથ ધરાશે તેવું ઉના નગર પાલીકા ચિફઓફીસ દ્રારા જણાવવામાં આવેલ છે.

-ન-ભરપાઇ-કરનાર-વધુ-ચારની-મિલ્કત-સીલ-કરાય.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *