Gujarat

અંકલેશ્વરમાં બંધ મકાનમાંથી ૩.૨૯ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

ભરૂચ
અંકલેશ્વરના કાગડીવાડ જમાતખાના હોલ સ્થિત તૈયબાહ નગરમાં રહેતા મોહમ્મદ શેહબાઝ મોહમ્મદ યુસુફ શેખ પોતાની દોઢ વર્ષની બાળકીની તબિયત સારી ન હોવાથી મકાન બંધ કરી હોસ્પિટલ ખાતે ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના ઉપરના માળે દરવાજાને લગાવેલ સ્ટોપર ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં પ્રવેશ કરી રોકડા ૨૫ હજાર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ ૩.૨૯ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.અંકલેશ્વરના કાગડીવાડ જમાતખાના હોલ સ્થિત તૈયબાહ નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં રોકડા રૂપિયા ૨૫ હજાર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ ૩.૨૯ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

Ankleshwar-City-Polish-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *