Gujarat

નડિયાદના ડભાણ પાસેથી ચોરીના બાઈક સાથે શખ્સની ધરપકડ

નડિયાદ
નડિયાદ એસઓજી પોલીસના માણસો ડભાણ ચોકડીના બ્રીજ પાસે વાહન ચેકીંગમા ઊભા હતાં. આ દરમિયાન શંકાના આધારે ત્યાંથી પસાર થતા બાઇકને અટકાવ્યું હતું. આ બાઇક નં.(જીજે-૦૯-સીએમ-૪૧૬૧)ને ઈ.ગુજકોપ પોકેટ મોબાઈલમાં સર્ચ કરતાં આ બાઇક ચોરીનું હોવાનું માલૂમ પડ્યું હતું. આથી બાઇક ચાલકનુ નામઠામ પુછતા તેણે પોતાનું નામ શુભમ દિનેશભાઇ શરીયા (રહે. ઠાકરડા, તા.સાગવાડા, રાજસ્થાન) હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે આ દિશામાં તપાસ આદરતા શુભમે અગાઉ હોન્ડા એક્ટિવાની પણ ચોરી આચરી હોવાનું બહાર આવ્યું હતું. તો વળી ચોરીનુ એક લેપટોપ, મોબાઈલ ફોન, વાઈફાઈ એસટલ સહિત કુલ રૂપિયા ૭૩ હજાર ૧૨૦નો ચોરીનો મુદ્દામાલ કબજે કરાયો છે. સાથે સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા અને અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે શુભભ શરીયાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.નડિયાદના ડભાણ પાસેથી ચોરીના બાઇક સાથે એક પરપ્રાંતીય ઇસમને ઝડપી લેવાયો છે. ઝડપાયેલા ઇસમની પુછતાછમાં બે ચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે. ઉપરાંત તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ રીકવર કરવામાં એસઓજી પોલીસને સફળતા મળી છે.

A-foreigner-was-caught-with-a-stolen-bike.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *