દાહોદ
દાહોદ તાલુકાના આગાવાડા ગામે કતવારા પોલીસે બાતમીના આધારે કાળીયાકુવા ફળિયામાં રહેતા જાેગડા માવજીભાઈ ભાભોરના રહેણાંક મકાનમાં રેડ કરી હતી. પોલીસે જાેગડાભાઈની અટકાયત કરી હતી અને તેના મકાનની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂ અને બીયરની બોટલો નંગ. ૧૦૮૦ કિંમત રૂ. ૧ લાખ ૩૬ હજાર ૮૦૦નો જથ્થો ઝડપાયો હતો. સાથે જાેગડા માવજીભાઈ ભાભોર વિરૂદ્ધ કતવારા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝાલોદ તાલુકાના કાળીગામમાં મુકેશ કાલીયાભાઈ મુનીયા અને દિલીપ તુરસીંગભાઈ ડાંગી બંન્ને જણા પોતપોતાની બે મોટરસાઈકલો પર વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ભરી હેરાફેરી કરતાં હતાં. આ દરમિયાન કાળીગામ ખાતે દાહોદ એલ.સી.બી પોલીસની નાકાબંધી દરમ્યાન ઉપરોક્ત બંન્ને જણા પોલીસને જાેઈ મોટરસાઈકલ સ્થળ પર મુકી નાસી ગયા હતા. પોલીસે સ્થળ પરથી મોટરસાઈકલ પાસેથી કંતાનના થેલામાં ભરી રાખેલ વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૭૨૦ કિંમત રૂ. ૯૨ હજાર ૧૬૦ના જથ્થા સાથે બંન્ને મોટરસાઈકલો કબજે લીધી હતી. તેમજ ઉપરોક્ત બંન્ને ફરાર ઈસમો વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગરબાડા તાલુકાના ઝરીખરેલી ગામે વિનોદ સુરેશભાઈ સાંસી અને તેની પત્ની બિન્દી વિનોદ સાંસી પોતાની ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે ઝરીખરેલી ગામે નાકાબંધીમાં ઉભેલી પોલીસે ઓટો રીક્ષાની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૪૧૭કિંમત રૂ. ૫૮ હજાર ૭૧૦ના પ્રોહિબિટેડ જથ્થા સાથે દંપતિને રીક્ષા સાથે ઝડપી પાડ્યાં હતાં. ગરબાડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે કુલ રૂ. ૨ લાખ ૮૭ હજાર ૬૭૦ના વિદેશી દારૂ તેમજ બિયરના જથ્થા સાથે એક મહિલા સહિત ત્રણની અટકાયત કરી છે. જ્યારે બે ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે ત્રણ બનાવોમાં એક રીક્ષા સહિત કુલ ૩ વાહનો કબજે કર્યાં છે.


