જૂનાગઢ
જૂનાગઢ એક અનોખી છેતરપીંડી સામે આવી છે જેમાં એવી ઘટના બની છે કે જે ચર્ચા નો વિષય બની ગયી છે જૂનાગઢમાં રહતા એક વેપારીને ઇલેક્ટ્રિક બાઈકની ડિલરશિપ અપાવી દેવાના નામે અજાણ્યાં શખ્સ વિશ્વાસમાં લઇ રૂ.૯૮ હજારની રકમ ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી આચર્યાની ફરિયાદ થતા સાયબર પોલીસે અજાણ્યાં શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાદમાં ગત તા.૧૨-૫-૨૦૨૧ ના સવારે તેઓને એક ફોન આવ્યો હતો. જેમાં સામેથી હિન્દી બોલતા શખ્સ સિમ્પલ એનર્જી બેંગ્લોર ખાતેથી વાત કરતો હોવાની ઓળખાણ આપી પોતાનું નામ શાંતનું ગુપ્તા હોવાનુ જણાવ્યુ હતુ. તમે ડિલરશીપ માટે કરેલી અરજી મંજુર થઈ ગઈ છે. જેથી તમારે રૂ.૯૮ હજાર ૫૦૦ની રકમ ભરવાનું જણાવી બેંક ડિટેલ આપી હતી. જેથી કિરીટભાઈએ આ રકમ ઓનલાઇન પૈસા જમા કરાવ્યા હતા. બાદમાં કંપનીનો લેટર, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને પૈસા ભરપાઈ કર્યાની ખોટી સ્લીપ ઈમેલ કરી હતી. ત્યારબાદ ફોન કરતા તે નંબર પર ફોન લાગતો ન હતો. જેથી અરજી કરી હતી. કંપની બાબતે તપાસ કરતા આવી કોઈ ડિલરશીપ મંજૂર થઈ ન હોવાનું જાણવા મળ્યું હતુ. આથી કિરીટભાઈએ પોલીસને પોતાની સાથે છેતરપિંડી થયાની અરજી આપી હતી. જે અનુસંધાને સાયબર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેરના તળાવ દરવાજા પાસે આવેલા રોયલ પાર્ક એ- ૪૦૩ માં રહેતા અને દોલતપરામાં શીંગદાણાનું કારખાનું ધરાવતા કિરીટભાઈ વિરમભાઈ નંદાણીયાને ઇલેક્ટ્રિકબબાઇકની ડિલરશીપ લેવી હોવાથી તેઓએ ઓનલાઇન વેબસાઈટ પર એક અરજી કરી હતી.
