Gujarat

ઐતિહાસિકઃ સગીરા સાથેના ગેંગરેપના ગુનામાં ૨૪ કલાકમાં જ ચાર્જશીટ કરી આરોપીઓને જેલ હવાલે કરતી ભાવનગર નિલમબાગ પોલીસ ટીમ

ઐતિહાસિકઃ સગીરા સાથેના ગેંગરેપના ગુનામાં ૨૪ કલાકમાં જ ચાર્જશીટ કરી આરોપીઓને જેલ હવાલે કરતી ભાવનગર નિલમબાગ પોલીસ ટીમ

વર્તમાન સમયમાં મહિલાઓ વિરુદ્ધ ના જાતીય ગુનાઓ માં સંવેદનશીલતા સાથે આરોપીઓ વિરુદ્ધ સખત નીતિ રાખી ઓછામાં ઓછા સમયમાં ન્યાયિક કાર્યવાહી કરી ભોગ બનનાર ને ન્યાય અપાવવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. જે સંદર્ભે માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રીશ્રી દ્વરા ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. આ બાબતે…

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકકુમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડસાહેબ દ્વારા મહિલાઓ વિરુદ્ધના જાતીય ગુનાઓમાં તાત્કાલિક ધોરણે ઊંડાણપૂર્વક તપાસ કરી ન્યાયસંગત કાર્યવાહી કરવા માટે સીધી સૂચના અને માર્ગદર્શન વારંવાર પૂરું પાડવામાં આવે છે.

જે અંતર્ગત તા.૧૨/૦૨/૨૦૨૨ નાં રોજ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સગીર વયની બાળકી પર ત્રણ ઈસમો (૧) મનસુખભાઇ ભોપાભાઈ સોલંકી ઉ.વ.૩૫, રહે. પ્લોટ નં-૪૩૭૮ શાંતિનગર-૧ શ્રીજી હોલની પાછળ કા.બીડ ભાવનગર (ર) સંજયભાઈ છગનભાઈ મકવાણા ઉ. વ.૨૫ રહે વાવની બાજુમાં ત્રાપજ ગામ તા-તળાજા જી, ભાવનગર તથા (૩) મુસ્તુફાભાઈ આઇનુલક શેખ ઉ. વ.૩૫. ખોડીયાર હોટેલ ત્રાપજ મૂળ રહે મનસિંગા તા.સગવલી જી. મોતીહારી રાજ્ય – બિહારવાળા દ્વારા અપહરણ કરી સગીરા પર સામુહિક બળાત્કારનો બનાવ સામે આવેલ, જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ મદદનીશ પોલીસ અધિક્ષક (ASP) શ્રી સર્ફિન હસન IPS નાઓએ તાત્કાલિક ધોરણે નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ભાચકનનાઓને આ બાબતે ફરીયાદ નોંધીને અલગ – અલગ ટીમ બનાવી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી.

પ્રસ્તુત તપાસ દરમ્યાન સર.ટી.હોસ્પિટલનું સંચાલક તંત્ર, માન. કલેકટરશ્રીની આગેવાનીમાં, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી અને તેમની ટીમ, એફ.એસ.એલ. અધિકારીશ્રી, ન્યાયતંત્ર, અભયમ્ હેલ્પલાઇનની ટીમ વગેરે તમામસંલગ્ન વિભાગો જાહેર રજા હોવા છતાં પોલીસની તપાસ ટીમને સમયસર યોગ્ય સહકાર આપેલ તેમજ એ.એસ.પી. ઓફિસ, લોકલ ક્રાઈમ બ્રાંચ, અલંગ પોલીસ સ્ટેશનની ટીમ, મહિલા પોલીસ સ્ટેશનની ટીમ, તેમજ વરતેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યોગ્ય સંકલન કરવામાં આવતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા, ઇલેક્ટ્રોનિક પુરાવા, મેડિકલ પુરાવા, ટેકનિકલ ડેટા અને સાંયોગિક પુરાવા, એકત્રિત કરી તપાસ કરનાર અધિકારીશ્રી, જે.આર.ભાચકન પોલીસ ઇન્સ્પેક્ટર નિલમબાગ પો.સ્ટે.નાઓએ માત્ર ૨૪ (ચોવીસ) જ કલાકમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરી ચાર્જશીટ સાથે જ નામદાર કોર્ટમાં આરોપીઓને રજૂ કરી કોર્ટ કસ્ટડીમાં સોંપી આપેલ છે.

ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શનમાં આ પ્રસ્તુત સમગ્ર તપાસમાં એ.એસ.પી. ભાવનગર શ્રી સફીન હસન IPS નાઓની સાથે નિલમબાગ પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.આર.ભાચકન સાહેબ તથા પો.સબ.ઈન્સ. શ્રી એસ.ટી. મહેશ્વરી તથા પો.સબ ઈન્સ.શ્રી એચ.એમ.ગોહિલ તથા પો.સબ.ઈન્સ. શ્રી એસ.એમ. કળોતરા તથા રાઇટર એ.એસ.આઇ. શ્રી યોગેન્દ્રભાઈ ત્રિવેદી (A.S.P. Office) તથા એ.એસ.આઇ. શ્રી નિર્મળસિંહ ગોહિલ તથા HC વિરેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ દશરથસિંહ ગોહિલ તથા વુ.પો.કોન્સ. શ્રદ્ધાબેન ધાંધલ્યા તથા વુ.પો.કોન્સ. હીરાબેન મંજીભાઇ, વુ.પો.કોન્સ. ભારતીબેન વાલજીભાઇ તથા સર્વેલન્સ સ્ટાફના Hc યુવરાજસિંહ જાડેજા HC અર્જુનસિંહ ગોહિલ તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ચુડાસમા તથા પો.કોન્સ બળદેવભાઇ મકવાણા તથા પો.કોન્સ, જે.પી. ગોહિલ તથા પો.કોન્સ. માનદિપસિંહ ગોહિલ તથા PCR ગાડીનાં માણસો તથા ચોકી સ્ટાફ તથા નિલમબાગ પો. સ્ટેનાં કર્મચારીઓ દ્વારા મહિલા વિરુદ્ધના ગુનાઓની તાત્કાલિક અને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી ગૃહ વિભાગ અને પોલીસ તંત્રની સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે અને સમાજમાં શાંતિ અને સલામતી ફેલાય એ માટે ભાવનગર પોલીસ કટિબદ્ધ છે, એવું પુરવાર કરી આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *