ઊનાથી ૧૫ કિ.મી. દૂર પાતાપુર ગામ આવેલ હોય ગામ લોકો ઉના નિયમિત જવા માટે અવર જવર કરતા હોય ત્યારે વાયા ઉમેજ-સામતેર થી નેશનલ હાઇવે મારફત ઉના જતા હોય છે. પાતાપુર ગામ નેશનલ હાઇવે પરના સામતેર ગામથી આશરે ૪ કિ.મી. જેટલુ અંતર હોય આ વિસ્તારના આર્થિક બાબતે સમગ્ર ગામ કૃષિ આધારીત છે. અને સમગ્ર વસ્તી ખેડૂતો, ખેત મજુરો અને ગરીબી હેઠળ જીવન જીવતા લોકો વસવાટ કરે છે. તેમજ ગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય માટે નિયમીત રીતે ઉના જતા આવતા હોય છે. ત્યારે એસ ટી બસના અભાવે ગામના ગરીબ પરીવારના લોકો ખેડૂતો છાત્રો પોતાના મોંઘા ટીકીટ ભાડા ખર્ચી વાહન મારફતે ઉના જવા મજબૂર બની રહ્યા છે. જ્યારે ખાનગી વાહનમાં અસલામત રીતે ઠંડી, તડકો, ચોમાસુ તેમજ બિમારી અને અકસ્માતના સંજોગોમાં મુશ્કેલી વેઠવી પડતી હોય છે. આ બાબતે પાતાપુર ગામ સુધી વાયા ઉમેજ એસ ટી બસ સુવિધાની જરૂરીયાત હોય તેમજ ઉમેજ, સામતેર, નાઠેજ જેવા ગામના લોકો માટે મદદરૂપ થઇ શકાય છે. આ સેવા એસ ટી વિભાગ દ્રારા તાત્કાલી રૂટ શરૂ કરી લોકોની જરૂરીયાત સુવિધા પુરી પાડવામાં આવે તેવી ગ્રામ પંચાયતના સરપંચ અરૂણાબેન અશોકભાઇ છોડવડીયાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી માંગણી કરેલ હતી.
આ બાબતે રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ પાતાપુર ઉમેજ ગામને સાંકળતા રૂટની નિયમીત એસ ટી બસ સેવા શરૂ કરવા બાબતે સરપંચ અરૂણાબેન છોડવડીયાની રજુઆતને ધ્યાને રાખી નિયમોનુસાર ઘટતી કાર્યવાહી કરવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવવહાર નિગમને પત્ર દ્રારા જણાવેલ છે.
