Gujarat

છોટાઉદેપુર વડોદરા પ્રતાપ નગર ની રેલ્વે ટ્રેન છેલ્લા ઘણાસમયથી બંધ હતી ત્યારે આજરોજ છોટાઉદેપુરના રાજ્યસભાના સાસદ સભ્ય અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા દ્વારા લીલી ઝંડી આપીને છોટાઉદેપુરથી વડોદરા પ્રતાપ નગર ની રેલવે ટ્રેન નો શુભારંભ કરવામાં આવ્યો જયારે છોટાઉદેપુરની જનતાને કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરથી વડોદરા પ્રતાપ નગર ની રેલવે ટ્રેન છેલ્લા ઘણા સમયથી બંધ હતી તેવામાં મુસાફરોને બમણું ભાડું ચૂકવવામાં આવી રહ્યું હતું ત્યારે આજરોજ રાજ્ય સભાના સાંસદ સભ્ય અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા દ્વારા લીલી ઝંડી આપી ને છોટાઉદેપુરથી વડોદરા પ્રતાપ નગર ની ટ્રેનનું શુભારંભ કરવામાં આવ્યો ત્યારે  છોટાઉદેપુર જિલ્લાના રહેવાસીઓમાં  કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરથી પુનિયાવાટ જવું હોય કે  સુસકાલ જવું હોય કે જબુગામ જવું હોય તો તેનું મિનિમમ ત્રીસ રૂપિયા ભાડું થતું હોય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના રહેવાસીઓની માગણી એ છે કે 20 રૂપિયા ભાડું થાય તો છોટાઉદેપુર જિલ્લાના રહેવાસીઓની મુશ્કેલીઓના પડે તે અંગે છોટાઉદેપુર ના રાજ્ય સભાના સાંસદ સભ્ય અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા દ્વારા જણાવેલ હતું
રિપોર્ટર રેહાન પટેલ  છોટાઉદેપુર

IMG-20220214-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *