Gujarat

ભુપતભાઈ પૂર્ણવૈરાગી જસદણ  જુનાગઢમા આયોજીત થતો મહા શિવરાત્રીનો ભવનાથ મહાદેવ મેળો લાખો ભાવિકોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમા લઈ ૫૨વાનગી આપવા મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી પાસે શ્રીમતિ રમાબેન માવાણી ( માજી સાંસદ ) ની માંગણી .

પ્રાચીન સમયથી , વર્ષોથી જુનાગઢ ગીરનાર ટળેટીમા શિવરાત્રીના મહાપ્રસંગની ઉજવણીના અનુસંધાનમા ભવ્ય લોકમેળાનું ચાર દિવસ માટે આયોજન થતું આવેલ છે . આ પ્રકારના આયોજનો લાખો ભાવિકોની શ્રધ્ધાને વ્યકત કરવાનો પ્રસંગ છે . લાખો નાગરીકો અને દેશભરના સાધુ સંતો આ ધાર્મિક પ્રસંગમા સહયોગી બને છે . આ પ્રસંગ સમગ્ર માનવ સમાજની શાંતિ માટે આયોજીત કરવામા આવે છે . આ પ્રકારના ધાર્મિક પ્રસંગોથી માનવીઓને વિશ્વ શાંતિનો સંદેશો અપાતો હોય છે . સંતો , મહંતો અને નગરજનો તરફથી આ પ્રસંગની ઉજવણી માટે ગુજરાત રાજયના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી પાસે માંગણી કરવામા આવેલ છે . કોઈ કારણોસર સરકારશ્રી તરફથી પરવાનગી આપની બાબત નિર્ણય થવા માટે બાકી છે . તાજેત ૨ મા ગુજરાત સ ૨ કાર દ્વારા ગરીબ કલ્યાણ મેળો , ઉદ્યૌગીક પ્રદર્શનો , નિદર્શનો , સંમેલનો અને સમારંભો ચાલુ થયા છે . દેશમા પાંચ રાજયોમા વિધાનસભાની ચૂંટણીઓની કાર્યવાહી ચાલુ છે . ગુજરાત રાજયમા ગ્રામ પંચાયતોની ચુંટણીઓ યોજવામા આવેલ હતી . સભા , સરઘશ અને ધામધુમથી લગ્નો કરવામા આવે છે . દેશભરમા ગઈકાલે ” વેલ્નટાઈન ડે ‘ ની ઉજવણી લાખો માણસોએ ભેગા થઈને ભવ્ય રીતે કરેલ છે . આ સંજોગોમા નામદાર ગુજરાત સરકારશ્રીએ મહા શિવરાત્રીનો ભવનાથ મહાદેવ મેળો ઉજવવા માટે તુરંત વિના – વિલંબે રજા – પરવાનગી આપવી જરૂરી છે . ઉ ૫૨ ના સંજોગો અને લોક લાગણીને ધ્યાનમા લઈ જુનાગઢ મુકામે મહા શિવરાત્રીનો ભવનાથ મહાદેવ મેળો આયોજીત કરવા પરવાનગી આપવા સંબધકર્તા વિભાગો તથા અધિકારીઓને આદેશ કરવા નમ્ર પ્રાર્થના સાથે વિનંતી છે . જય મહાદેવ ……

IMG-20220216-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *