Gujarat

રાજકોટ R.M.C કમિશનર ઉદિત અગ્રવાલનું દુકાનો ખોલવા અંગે નિવેદન. હવેથી પ્રોપર્ટી કાર્ડ નહી એકી બેકી સ્ટીકર્સ આધારે દુકાન ખોલવાની રહેશે.

*રાજકોટ R.M.C કમિશનર ઉદિત અગ્રવાલનું દુકાનો ખોલવા અંગે નિવેદન. હવેથી પ્રોપર્ટી કાર્ડ નહી એકી બેકી સ્ટીકર્સ આધારે દુકાન ખોલવાની રહેશે.*

*રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્ર સહિતના શહેરોમાં આજે સવારથી જ અવર-જવર શરૂ થઇ ગઈ છે. ધંધા રોજગાર સવારથી જ ધમધમી રહ્યા છે. મોટાભાગે પાન પાર્લર તેમજ હેર શલૂનની દુકાનોમાં લોકોની વધારે ભીડ જામી હતી. ત્યારે દુકાનદારોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગ્રાહકનો માલ-સામાન આપવાનું શરૂ કર્યું છે. ત્યારે રાજકોટ શહેેેરના R.M.C કમિશનર ઉદિત અગ્રવાલના દુકાનો ખોલવા અંગે આજે નિવેદન આપ્યું છે. જેમાં એકી-બેકી ના સ્ટીકર્સ ને આધારે દુકાનો ખોલવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકા ઓડ ઇવન ના સ્ટીકર્સ બનાવી લગાવાશે. ૬૫ હજાર જેટલા સ્ટીકર્સ બનાવી કાલે તમામ દુકાનો લગાવી દેવામાં આવશે. હવેથી પ્રોપર્ટી કાર્ડ નહી એકી-બેકી સ્ટીકર્સ આધારે દુકાન ખોલવાની રહેશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200519-WA0370-1.jpg IMG-20200519-WA0654-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *