Gujarat

રાજકોટ શહેરમાં કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં દુકાનો ખોલવા માટે કાલે ઓડ-ઈવનનાં નિયમ જાહેર કરાશે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ

*રાજકોટ શહેરમાં કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં દુકાનો ખોલવા માટે કાલે ઓડ-ઈવનનાં નિયમ જાહેર કરાશે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ*

*રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકડાઉન-૪.૦ અંગેની ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૩ વાગ્યા સુધી વેપાર ધંધામાં છૂટ આપવામાં આવશે. તેમજ દુકાનો ઓડ અને ઈવન નંબરને ધ્યાનમાં રાખીને ખોલવામાં આવશે. આ સિવાય અનેક છુટછાટો આપવામાં આવી છે. શહેરના કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં ઓડ-ઇવન ફોર્મ્યુલા હેઠળ દુકાન ખોલવા અંગે આવતીકાલે નિર્ણય કરવામાં આવનાર હોવાનું મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે. ઉદિત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની લેખિત ગાઈડ લાઈન આવ્યા મુજબ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200518-WA0505.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *