મુંબઈ
અનુષ્કા શર્મા લાંબા સમય પછી ફરી રૂપેરી પડદે પાછી ફરી રહી છે. તેણે હવે પોતાની આવનારી ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે મહિલા ક્રિકેટમાં ફાસ્ટ બોલિંગ માટે જાણીતી થયેલી ઝુલન ગોસ્વાર્મીની બાયોપિક માટે તાલીમ લઇ રહી છે. હાલમાં ઝુલન ગોસ્વામીની બાયોપિક ચકડા એક્સપ્રેસની ઘોષણા કરવામાં આવી હતી. આ ફિલ્મ મહિલા ક્રિકેટર ફાસ્ટ બોલિંગ માટે જાણીતી થયેલી ઝુલન ગોસ્વામી પરઆધારિત છે. હવે અનુષ્કા ઝુલનની બોલિંગની સ્ટાઇલ અને ઝડપની તાલીમ લઇ રહી છે. તેમજ તેના કદને મેળખાવા માટે તેમજ એનર્જી દર્શાવા માટે એ અનુસાર વર્કઆઉટ પણ શરૂ કરી દીધું છે. ફિલ્મ ચકડા એક્સપ્રેસમાં વિશ્વ ક્રિકેટના ઇતિહાસમાં સોથી ફાસ્ટ મહિલા બોલરોમાં ઝુલન ગોસ્વામીની એનર્જીને દર્શાવામાં આવશે.અગણિત અવરોધને ઓળંગીને તે એક સફળ ફાસ્ટ મહિલા બોલર બની હતી. અનુષ્કાએ જાન્યુઆરીમાં ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર એક વીડિયો શેરકરીને આ ફિલ્મની ઘોષણા કરી હતી. આ વીડીયોમાં તે પોતાની ટીમ મેમ્બર્સ સાથે મેદાન પર મેચ રમવા જતી હોય એ દેખાડવામાં આવ્યું હતું. અનુષ્કા છેલ્લે સાલ ૨૦૧૮માં શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં જાેવા મળી હતી. જેમાં કેટરિના કૈપ પણ મહત્વના રોલમાં હતી. પરંતુ આ ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી. આ પછી અનુષ્કા રૂપેરી પડદેથી દૂર થઇ હતી અને હવે આ બાયોપિક દ્વારા પાછી ફરી રહી છે.


