Gujarat

માંગરોળ આગાખાન કચેરી ખાતે નાણાની ડીજીટલ લેવડ દેવડ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો… માંગરોળ આગાખાન કચેરી ખાતે એકેઆરએસપી, લીડ બેંક, નાબાર્ડ અને એસબીઆઈ બેંક ના સંયુક્ત ઉપક્રમે નાણાંકીય સાક્ષરતા ગો ડિજિટલ ગો સિક્યોર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

આ કાર્યક્રમ માં યુવાનોને ડિજિટલ બેન્કિંગ કઈ રીતે કરવું, વિવિધ એપ્લિકેશનો ને વાપરવાની રીત તેમજ છેતરપીંડી થી કઈ રીતે બચવું તેની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં માંગરોળ SBi મેનેજર પરેશ પરીખ, નાબાર્ડ ના કિરણ રાવત, લીડ બેંક ના અનિલ ટોનિવાલ, RSET ના વિજય આર્યા, એફ એલ સી દિલીપ છાગાંણી એ હાજરી આપી હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા આગાખાન ના ઘનસ્યામ સોલંકી, જેન્તી ધોળકિયા, હેતલ વેગડા એ જહેમત ઉઠાવી હતી.
 રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220218-WA0093.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *