Delhi

પંજાબમાં મતદાન દરમ્યાન જાેરદાર હંગામો થઈ શકે છે

નવીદિલ્હી
ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જીહ્લત્ન એ ૨૦ ફેબ્રુઆરીએ પંજાબમાં મતદાન કેન્દ્ર પર ખાલિસ્તાનનો કેસરી ધ્વજ ફરકાવવાની હાકલ કરી છે. આ સાથે જ આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસે ૧૯ ફેબ્રુઆરીએ પંજાબમાં દીપ સિદ્ધુના મોતના વિરોધમાં ટ્રેન રોકવાનું એલાન આપ્યું છે. ગુરપતવંત સિંહ પન્નુએ તેમના સમર્થકોને પંજાબમાં મતદાન મથકો પર ‘કેસરી ખાલિસ્તાન’ ઝંડા લગાવવા અને ચૂંટણીના દિવસે ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવવાનું પણ કહ્યું છે. ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબી અભિનેતા દીપ સિદ્ધુના તાજેતરના મૃત્યુને ‘રાજકીય હત્યા’ ગણાવી હતી. તેના મૃત્યુ માટે ભારત સરકારને જવાબદાર ઠેરવતા, તેમણે તેમના સમર્થકોને અભિનેતાના મૃત્યુનો બદલો લેવા માટે પણ કહ્યું.આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસે ધમકી પત્ર જાહેર કર્યો છે. સંગઠને મતદાનના દિવસે એટલે કે ૨૦ ફેબ્રુઆરીએ પંજાબમાં મતદાન મથકો પર ખાલિસ્તાનનો કેસરી ધ્વજ ફરકાવવાનું આહ્વાન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *