સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જુના જસાપર ગામની અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતી કિરણ સંગ્રામમાઈ પાડવીએ ૧૪ મિનિટ અને ૪૦ સેકન્ડમાં ઓસમ પર્વત પાર કરી ઓસમ આરોહ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સાથે બંને વિભાગમાં ૧૦ -૧૦ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓને રૂપિયા ૨૫૦૦થી માંડીને રૂ. ૧૫૦૦ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. અન્ય સ્થાનિક દાતાઓએ પણ પ્રોત્સાહક રકમ પુરસ્કાર તરીકે આપી હતી. વિજેતા સ્પર્ધકોને આગામી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે સીધી એન્ટ્રી અપાશે. વિજેતાઓનું સન્માન કરી તમામ સ્પર્ધકોને ભાગ લેવા બદલ બિરદાવતા જિલ્લા કલેકટર અરૂણ મહેશબાબુએ જણાવ્યું હતું કે, ઓસમ પર્વત રાજકોટ જિલ્લામાં આગવી ઓળખ ધરાવે છે. રાજ્યકક્ષાની આ સ્પર્ધાને લીધે ઓસમ હવે રાજ્યનું પ્રવાસન કેન્દ્ર બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, ઓસમ ખાતે એડવેન્ચર કેમ્પનું પણ આયોજન થાય તે માટે રમતગમત વિભાગ, સ્થાનિક તંત્ર, સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓ-શાળા કોલેજાેનો સહકાર લઈને રમત-ગમતની પ્રવૃત્તિઓ પણ અહીં થાય તે માટે આયોજન કરવામાં આવશે. કલેક્ટરે બંને વિભાગમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલા રોકડ પુરસ્કારના ચેક આપી તમામ સ્પર્ધકોને બિરદાવ્યા હતા.
