Gujarat

ખેડાના માતરના રધવાણજ પાસે નીલગાય વચ્ચે આવતા અકસ્માતમાં ૨ના મોત

નડિયાદ
માતર તાલુકાના કઠોડા ગામે રહેતા રૂતુલભાઈ મેલાભાઈ પરમારે માતર પોલીસમાં આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ગત ૧૭મી ફેબ્રુઆરીએ પોતના ઘરે હતા. આ સમયે પડોશમાં રહેતા અર્જુનભાઈ બચુભાઈ પરમાર મધરાત બાદ રૂતુલભાઈના ઘરે આવ્યા અને જણાવ્યું કે, આપણાં ફળીયાના છોકરાઓનો રધવાણજ નજીક રેલીયા ગરનાળા પાસે અકસ્માત થયો છે અને આસપાસના લોકોએ ઘાયલ યુવાનોને ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે. આથી રૂતુલભાઈ તથા આસપાસ રહેતા લોકો ખેડા સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. અલ્પેશ અશોકભાઈ પરમાર તથા કેતન કાભભાઈ પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં આ બંનેને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમા લઈ જવામાં આવ્યાં હતાં. જ્યારે અર્જુન જશુભાઇ પરમારનું અકસ્માતમાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ સમયે પોલીસ કાર્યવાહી ન કરવા ઈચ્છતા હોવાથી અર્જુન પરમારના અંતિમ વિધિ પણ બીજા દિવસે કરી દેવામાં આવી હતી. બાદમાં આ અકસ્માતમાં ઘાયલ અલ્પેશ પરમારનું પણ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થતાં આ મામલે ફરિયાદની ફરજ પડતા ગતરોજ આ સંદર્ભે માતર પોલીસમા ફરિયાદ આપવામાં આવી છે. આ ફરિયાદમાં પોલીસે નીવેદનો લેતા સમગ્ર અકસ્માત કઈ રીતે થયો તે જાણી શકાયું હતું. જેમાં ઉપરોક્ત ત્રણેય લોકો બાઇર નં. (જીજે-૦૭-સીએલ-૩૨૧૬) પર ત્રિપલ સવારી બનાવની સોખડા લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત આવતાં હતાં આ? સમયે માતરના રધવાણજ ચોકડીથી થોડે આગળ આવેલ રેલીયા ગરનાળાના વળાંક પર એકાએક નીલ ગાય રસ્તામાં આવી હતી. આથી પૂરપાટે આવતાં મોટરસાયકલ ચાલકે નીલ ગાયને બચાવવા જતાં રોડની સાઈડમાં આવેલ ઓએફસીના પથ્થર સાથે બાઇકને અથડાવ્યુ હતું. આ બાદ ઉપરોક્ત ત્રણેય લોકો ગટરના પડેલ ઝાડના થડીયે અથડાયા હતા. જેના કારણે શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં બાઇક પર વચ્ચે બેઠેલ કેતન બચી ગયો છે જાેકે તૈને પણ શરીરે ઇજાઓ પહોંચી છે આથી પોલીસે ?ફેટલ અકસ્માતોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ખેડા જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોનુ પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને યુવા વર્ગ જાેખમી રીતે વાહન હંકારતા જીવ ગુમાવવાનો વારો આવે છે. ખેડા જિલ્લાના માતર પંથકમાં તાજેતરમાં એક અકસ્માતમાં બે યુવાનોને કાળ ભરખી ગયો છે. ત્રિપલ સવારી બાઇકે ચાલક નીલ ગાયને બચાવવા જતાં ઓએફસીના પથ્થર સાથે અથડાયુ હતુ. જેમાં એક યુવાનનું ઘટના સ્થળે તો અન્ય એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ત્રણેય યુવાનો એક જ બાઇક પર લગ્ન પ્રસંગ પૂરો કરી પરત ઘરે આવતી વેળાએ અકસ્માત સર્જાયો છે. આ અંગે માતર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *