Gujarat

પારડી નજીક અજાણ્યો વાહનચાલક ૩ યુવકને કચડી ફરાર

વલસાડ
વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક પલ્સર બાઈક પર સવાર ત્રણ યુવકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી, જેને પગલે યુવકો બાઇક સાથે હાઇવે પર ફંગોળાયા હતા, જેને પગલે ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેય યુવકનાં ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યાં હતા. ઘટનાની જાણ થતાં જ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકોના મૃતદેહનો કબજાે લઈને પીએમ માટે ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં યુવકો પાસેથી મળેલા આઈ કાર્ડના આધારે મૃતકો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોસમાડી ગામના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતકોનાં પરિવારજનોને જાણ કરવા સહિત ફરાર અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.વલસાડ જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક અજાણ્યા વાહનચાલકે ત્રણ બાઈકસવાર યુવકને કચડી નાખતાં તેમનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયાં છે. બનેલી આ ઘટનાને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે પારડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે પ્રાથમિક તપાસમાં મૃતકો ધરમપુરના મોટી કોસમાડી ગામના હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

Death-of-a-seriously-injured-chauffeur-driver.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *