Gujarat

સુરતના કતારમાંથી ૧૧ લાખ રોકડ સાથે ૧૦ જુગારી ઝડપાયા

સુરત
સુરતના કતારગામમાં વસ્તાદેવડી રોડ પર સાગર કમ્પાઉન્ડમાં શોરૂમની ઉપર લુમ્સના કારખાનામાં ચાલતા જુગારધામ પર પોલીસે રેડ પાડી હતી. જેમાં પોલીસે ૧૦ જુગારીઓને પકડી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી ૧૧.૨૮ લાખની રોકડ કબજે લેવાઈ હતી. પકડાયેલા જુગારીઓમાં હીરાના વેપારી અને હીરા દલાલ તેમજ લુમ્સના કારખાના ચલાવતા લોકો પણ સામેલ છે. વધુમાં કતારગામ પોલીસે ૧૦ જુગારીઓ પાસેથી રોકડ ૧૧.૨૮ લાખ રૂપિયા, ૧૦ મોબાઇલ ફોન, ૫ બાઇકો અને એક કાર મળી કુલ રૂ. ૧૫.૦૯ લાખનો મુદામાલ કબજે કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, લુમ્સના કારખાનાનો માલિક ડેનીશ પટેલ જુગારનો અડ્ડો ચલાવતો હતો. શોટકર્ટમાં રૂપિયા કમાવવા માટે ડેનીશે કારખાનામાં જુગારધામ બનાવી દીધું હતું. જુગાર રમવા માટે આવતા જુગારીઓને ચા-પાણી સહિતની સવલતો પણ ડેનીશ કરી આપતો હતો.

Factory-raids-on-gambling-dens.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *