Gujarat

સીએમએમાં ઓલ ઈન્ડિયામાં પાંચમો રેન્ક અમદાવાદના મેઘ શાહને મળ્યો

અમદાવાદ
કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટની ડીસેમ્બર ૨૦૨૧માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદના મેઘ શાહ નામના વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયામાં ૪૮૪ માર્ક્‌સ સાથે ૫ મો રેન્ક મેળવ્યો છે અને અમદાવાદમાં પહેલો રેન્ક મેળવ્યો છે.કૃપા વોરાએ ૪૧૭ માર્ક્‌સ સાથે અમદાવાદમાં બીજાે અને સોનું સોલંકીએ ૪૦૩ માર્ક્‌સ સાથે અમદાવાદમાં ત્રીજાે રેન્ક મેળવ્યો છે. સીએમએ મલ્હાર દલવાડીએ જણાવ્યું હતું કે ઇન્ટરમીડીએટરના ૩૯૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૮૪ પાસ થયા છે. જયારે ફાઈનલના ૨૪૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૩૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે.કોરોનાને કારણે ઓનલાઈન પરીક્ષા અને પરીક્ષા તથા પરીક્ષાની પ્રક્રિયા ચેન્જ થવાને કારણે પરિણામ ઓછું આવ્યું છે. ઓલ ઇન્ડિયા પાંચમાં નંબરે આવનાર મેઘ શાહે જણાવ્યું હતું કે હું બનાસકાંઠાનો છું. ૫ વર્ષથી ભણવા માટે અમદાવાદમાં રહું છું મારી સાથે મારી માતા પણ રહે છે અને મારા પિતા ગામડે ખેતી કરે છે. તેઓ વિકેન્ડમાં અહી આવે છે. મને અને મારી બહેનને ભણાવવા મારા માતા પિતા ૫ વર્ષથી અલગ રહે છે.મારી બહેને પણ સીએમએમાં રેન્ક મેળવ્યો હતો જેના આધારે મને સીએમએકરવાની પ્રેરણા મળી અને આજે મેં પણ રેન્ક મેળવ્યો છે.માત્ર ૨૧ વર્ષની ઉમરે જ હું સીએમએ થયો છું. અમદાવાદમાં બીજા નંબરે આવનાર કૃપા વોરાએ જણાવ્યું હતું કે મેં દિવસમાં ૧૨ કલાક મહેનત કરતી હતી. મેં ૨૦૧૪માં કોમર્સ સાથે સીએમએ શરૂ કર્યું હતું પરંતુ કોઈ કારણથી થઇ શક્યું નહોતું જેથી મેં ફરીથી શરુ કર્યું હતું. આશા હતી તેના કરતા પરીક્ષા વહેલા આવી જેથી ૩ મહિનાનો સમય હતો માટે રોજ ૧૨ કલાક વાંચીને મહેનત કરી અને પરિણામ મેળવ્યું છે જેની પાછળ મારા પતિનો સપોર્ટ સારો મળ્યો હતો હવે હું આગળ પ્રેક્ટીસ કરીશ. ત્રીજાે નંબર લાવનાર સોનું સોલંકીએ જણાવ્યું હતું કે હું મારવાડી પરિવારની છું છતાં મારા ઘરેથી મને ખુબ સપોર્ટ મળ્યો હતો.મારા ભાઈનું સપનું હતું સીએમએ થવાનું પણ તે ના થઇ શક્યો જેથી મેં તે સપનું પૂરું કર્યું છે.૧૨ કલાક રીડીંગ.રીવીઝન અને ઓનલાઈન ક્લાસમાં મહેનત બાદ આજે પરિણામ મળ્યું છે.પ્લેસમેન્ટની રાહ જાેવું છું નહી તો ટીચિંગ ફિલ્ડમાં કરિયર બનાવીશ.

Megh-Shah-ranked-fifth-in-All-India.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *