Gujarat

સુરતમાંથી ચંદનનો ૫૧૮ કિલો જથ્થા સાથે બેની અટકાયત કરાઈ

સુરત
સુરતના પુણા વિસ્તારમાં એટીએસના અધિકારીઓએ બાતમીના આધારે રેડ કરી હતી. એટીએસે દરોડો પાડી લગભગ ૫૧૮ કિલો જેટલા ચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં એટીએસએ સુરત એસઓજી સાથે રાખી સંયુક્ત ઓપરેશન કર્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ ચંદનના લાકડા સાથે બે વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એટીએસ અને સુરત એસઓજીની દરોડાની કાર્યવાહીમાં પોતાના જ ખેતર કે વાડીના ચંદનના ઝાડ કાપી વેચવા માટે જથ્થો સ્ટોર કરાયો હોવાનું સામે આવ્યું છે. જાેકે હાલ બે વ્યક્તિઓની અટક સાથે પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ચંદનના જથ્થા પર દરોડા કરીને બે વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે. પકડાયેલું લાકડું ચંદનનું જ છે કે કેમ તે જાણવા માટે વન વિભાગના અધિકારીઓની મદદ પણ લેવાઈ છે. પુનિત નૈય્યર (ડીએફઓ-સુરત)એ જણાવ્યું હતું. પુણા ગામમાંથી ટોટલ ૨૩ નંગ ચંદનના લાકડા એટલે ૫૧૮ કિલો માલ જપ્ત કર્યો છે. હવે સેમ્પલ એગ્રીકલચર યુનિવર્સીટીમાં મોકલીશું. જેનાથી ઓઇલ કન્ટેન્ટ અને સેમ્પલ વેરીફાય થશે, ગ્રામ્ય વિસ્તારમાંથી જ કપાયા છે. હવે ત્યાં જઈ તપાસ કરીશું અને ક્યાં વેચાણ કરવાના હતા. તેની આગળ તપાસ કરીશું.

A-quantity-of-518-kg-sandalwood-was-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *