નડિયાદ
ઠાસરા તાલુકાના સુઈ ગામે રહેતા રાકેશ મનહરભાઈ વસાવાના લગ્ન મહુધા તાલુકાના હેરંજ ગામે રહેતી યુવતી સાથે થયા હતા. શંકાસીલ રાકેશ પોતાની પત્નીના ચારિત્ર્ય પ્રત્યે શક વહેમ રાખી તેની સાથે અવારનવાર ઝગડો કરતો હતો. જે તકરારમાં રાકેશના સાસુ મંજુલાબેને ગત ૧૯મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ આ બાબતે પોતાના જમાઈને ઠપકો આપ્યો હતો. આ સમયે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.જ આ બાબતની રીસ રાખી રાકેશ પોતાના સાસરીમાં બીજા દિવસે વહેલી પરોઢે આવી પોતાની સાસુ તથા પત્ની પર હુમલો કર્યો હતો. ઘરમા મીઠી નીંદર માણી રહેલા તેના સાસુ મંજુલાબેન તથા તેણીની પત્ની પર કોદાળી વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં મંજુલાબેનનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે પત્નીએ મહુધા પોલીસ મથકે પોતાના પતિ રાકેશ વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યારા આરોપી રાકેશ વસાવાને ઝડપી લઈ કોર્ટમા ચાર્જશીટ દાખલ કરી હતી. નડિયાદની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. ન્યાયાધિશ ડી.આર.ભટ્ટે સરકારી વકીલ ગોપાલ ઠાકુરે રજૂ કરેલા ૧૬ સાક્ષીઓ તથા ૩૮ દસ્તાવેજી પુરાવાઓ ચકાસી આરોપી રાકેશ વસાવાને આઈપીસી ૩૦૨,૩૦૭ ગુનામાં ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા તથા રૂપિયા ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે.મહુધા પંથકના હેરંજ ગામે દોઢ વર્ષ પહેલાં બનેલા હત્યાના કેસમાં ન્યાયપાલિકાએ કસુરવારને સજા ફટકારી છે. અહીયા પતિએ પત્નીના ચારીત્ર્ય અંગે વ્હેમ રાખતાં સાસુએ ઠપકો કરતા આક્રોશમાં આવેલા જમાઇએ સાસુ અને પોતાની પત્ની પર કોદાળી વડે હુમલો કર્યો હતો. જેમાં સાસુને મોત થયું હતું. આ કેસમાં સાસુને મોતને ઘાટ ઉતારનાર જમાઈને આજીવન કેદની સજા નડિયાદની ર્કોટ દ્વારા ફટકારાઈ છે.
