ક્રૂડ તેલ રૂ.674ની તેજી સાથે રૂ.7,617ના સ્તરને સ્પર્શ્યુઃ કપાસમાં નરમાઈઃ કોટન, મેન્થા તેલ અને રબરમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 671 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 974 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 556 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,96,620 સોદાઓમાં કુલ રૂ.34,849.52 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 671 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 974 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 556 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 2,11,684 સોદાઓમાં કુલ રૂ.13,334.81 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું માર્ચ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,797 અને નીચામાં રૂ.50,800ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2,319 વધી રૂ.52,698ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.961 વધી રૂ.41,093 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.203 વધી રૂ.5,196ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,360ના ભાવે ખૂલી, રૂ.2,283 વધી રૂ.52,509ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,737ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,097 અને નીચામાં રૂ.64,737ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3086 વધી રૂ.67,671ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3095 વધી રૂ.68,087 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3,181 વધી રૂ.68,148 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 23,451 સોદાઓમાં રૂ.5,078.62 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.10.45 વધી રૂ.275.60 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.4.80 વધી રૂ.302ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.19.10 વધી રૂ.777.35 અને નિકલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.88.7 વધી રૂ.1,946.30 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.60 વધી રૂ.185ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 79,811 સોદાઓમાં કુલ રૂ.7,631.45 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,940ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,617 અને નીચામાં રૂ.6,940ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.674 વધી રૂ.7,553 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.30.90 વધી રૂ.371.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 2,062 સોદાઓમાં રૂ.248.36 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,984 બોલાઈ રહ્યો હતો. કોટન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.36,410ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.37,200 અને નીચામાં રૂ.36,340ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.270 વધી રૂ.37,070ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,520ના ભાવે ખૂલી, રૂ.225 વધી રૂ.16644 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.30.20 વધી રૂ.1014.50 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 53,334 સોદાઓમાં રૂ.7,195.72 કરોડનાં 13,895.317 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 1,58,350 સોદાઓમાં કુલ રૂ.6,139.09 કરોડનાં 912.461 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 48,594 સોદાઓમાં રૂ.5,464.83 કરોડનાં 74,54,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 31,217 સોદાઓમાં રૂ.2,167 કરોડનાં 59365000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,831 સોદાઓમાં રૂ.239.30 કરોડનાં 64550 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 209 સોદાઓમાં રૂ.8.51 કરોડનાં 84.6 ટન, રબરના વાયદાઓમાં 18 સોદાઓમાં રૂ.0.30 કરોડનાં 18 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,179.521 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 416.233 ટન, ક્રૂડ તેલમાં 1049100 બેરલ અને નેચરલ ગેસમાં 7352500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 203775 ગાંસડી, મેન્થા તેલમાં 335.52 ટન, રબરમાં 73 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 3959 સોદાઓમાં રૂ.368.35 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,713 સોદાઓમાં રૂ.136.33 કરોડનાં 1,798 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,901 સોદાઓમાં રૂ.198.73 કરોડનાં 2,063 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 345 સોદાઓમાં રૂ.33.29 કરોડનાં 358 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 648 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,082 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 234 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 7,225ના સ્તરે ખૂલી, ઊપરમાં 7,709 અને નીચામાં 7,153ના સ્તરને સ્પર્શી, 556 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 658 પોઈન્ટ વધી 7,652ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 14,790ના સ્તરે ખૂલી, 671 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 677 પોઈન્ટ વધી 15,425ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 18,860ના સ્તરે ખૂલી, 974 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 823 પોઈન્ટ વધી 19597ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 75653 સોદાઓમાં રૂ.8,187.93 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,500.13 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.70.89 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,051.75 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.563.71 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.303.31 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.195 ખૂલી, ઊપરમાં રૂ.476.70 અને નીચામાં રૂ.195 રહી, અંતે રૂ.305.20 વધી રૂ.451.60 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.388 ખૂલી, ઊપરમાં રૂ.1,500 અને નીચામાં રૂ.388 રહી, અંતે રૂ.1,182 વધી રૂ.1,420.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.21.30 ખૂલી, ઊપરમાં રૂ.36.75 અને નીચામાં રૂ.20.05 રહી, અંતે રૂ.19.55 વધી રૂ.36.05 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.277.40 ખૂલી, ઊપરમાં રૂ.312 અને નીચામાં રૂ.165 રહી, અંતે રૂ.218.90 ઘટી રૂ.188.10 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.350 ખૂલી, ઊપરમાં રૂ.360 અને નીચામાં રૂ.151 રહી, અંતે રૂ.351 ઘટી રૂ.179.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.21 ખૂલી, ઊપરમાં રૂ.22.90 અને નીચામાં રૂ.17.70 રહી, અંતે રૂ.9.45 ઘટી રૂ.19.70 થયો હતો.
