માંગરોળ પોષ્ટ વિભાગના નિવૃત્ત કર્મચારી પ્રવિણભાઈ સોલંકી એ ૨૦૦૮મા કોટક લાઈફ ઈન્સ્યોરન્સ કંપની સામે તેમણે લીધેલી કોટક યુનીટ લીંક રીટાયર્ડમેન્ટ ઈન્કમ પ્લાન વિમા પોલીસી ની ભરપાઈ કરેલ રકમ રૂ.૬૫૦૦૦/- પરત ન ચુકવતા વિમા કંપની સામે જૂનાગઢ ગ્રાહક સુરક્ષા ફોરમ માં કન્ઝ્યુમર પ્રોટેકશન એક્ટ ૨૦૧૯ની કલમ ૩૫ મુજબ ફરીયાદ દાખલ કરી. નાણાં પરત કરવા અને તેની ઉપર ૯ ટકા લેખે વ્યાજ ચુકવવા દાદ માગી છે
જાણવા મળતી વિગતો મુજબ માંગરોળ ખાતે પોસ્ટ વિભાગ માં ફરજ બજાવી ગયેલા અને હાલ જૂનાગઢ મુકામે નિવૃત જીવન પસાર કરતા પ્રવિણભાઈ લાધાભાઈ સોલંકી એ પોતાના ફરજ કાળ દરમિયાન ૨૦૦૮મા કોટક લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના માંગરોળ ના અધિકૃત વિમા એજન્ટ મહેશભાઈ ગાંધી પાસેથી કોટક યુનીટ લીંક રીટાયર્ડમેન્ટ ઈન્કમ પ્લાન વિમા પોલીસી નંબર ૦૦૯૭૫૦૩૪ તા.૩૧/૩/૨૦૦૮ થી તા.૩૧/૩/૨૦૨૪ ના સમય માટે પાકતી મુદતે રૂ.૯,૧૧,૪૦૦/ ના પ્લાન વાળો વિમો લીધા બાદ વિમાના પ્રમિયમ પેટે પ્રથમ રૂ.૫૦,૦૦૦/- અને બાદમાં તા.૩૧/૩/૨૦૦૯ ના રોજ રૂ.૧૫૦૦૦/- મળી રૂ. ૬૫૦૦૦/- પ્રિમીયમ ભરી અંગ્રેજી ભાષાના વિમા કરાર કર્યા બાદ વિમા કરારનો અમલ ન કરતા અને કરાર બાબતે કોઈ જાણ વિના પોતાની રીતે ગ્રાહકના હિત વિરૂદ્ધ નિર્ણયો કરી સેવા મા ખામી રાખી ગાહકના આર્થિક હિતને નુકશાન પહોંચાડતા આ બાબતે વિમા કંપની ને નોટીસ આપવા છતાં કોઈ વ્યવહારૂ કાર્યવાહી ન કરાતા ના છૂટકે સીનીયર સીટીઝન ગ્રાહક પ્રવિણભાઈ સોલંકી એ આ પ્રકરણે વિમા કંપની સામે ગ્રાહક સુરક્ષા ફોરમ જૂનાગઢ કોર્ટમાં ફરીયાદ કરી ન્યાય અપાવવા દાદ માગી છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


