Gujarat

સાવરકુંડલા શહેરમા આવેલ માનવમંદિરની મુલાકાત લેતાં મહેતા પરિવાર.. આશ્રમનાં સેવાકાર્યો જોતાં મનોરોગી બહેનોની દવાના ખર્ચ પેટે તુરંત જ રૂપિયા ૧૧૦૦૦ રૂપિયાનું અનુદાન આપી સામાજિક દાયિત્વની ફરજ બજાવતાં જોવા મળેલ. પૂ. ભક્તિરામ બાપુએ પરિવારને શુભાશિષ આપ્યાં

સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના મનોરોગી આશ્રમ માં મુંબઈના મહેતા પરિવાર નું યોગદાન.. સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ પર આવેલા મનોરોગી નો આશ્રમ માનવ મંદિર આવેલું છે આજે મુંબઈ સ્થિત સાયન ખાતે રહેતા પ્રવીણચંદ્ર ગીરધરલાલ મહેતાએ તેમના સાળા અનિલ કુમાર દોશી અને સાવરકુંડલા સ્થિત તેમના મિત્ર પ્રમોદ ભાઈ સંઘવી સાથે માનવ આશ્રમ ની મુલાકાત લીધી હતી અહીંયા નિરાધાર રખડતી ભટકતી મહિલાઓને વિનામૂલ્યે ભક્તિ બાપુની નિશ્રામાં સારવાર અપાઈ રહી છે અહીંયા મનોરોગી બહેનો સાથે પણ વાતચીત કરી અને આ મનોરોગી બહેનોને આપવામાં આવતા ભોજન દવા તેમજ અહીંથી અત્યાર સુધીમાં ૯૮  મનોરોગી બહેનો સાજી થઈ ને સમાજમાં પરત ફરી છે એ બધી જ માહિતી પૂ.ભક્તિબાપુ પાસેથી જાણકારી પણ મેળવી  માનવ મંદિરની અદભુત સેવાથી પ્રભાવિત થઈ પ્રવીણચંદ્ર મહેતાએ આ બહેનોને આપવામાં આવતી દવાના ખર્ચ પેટે રૂપિયા ૧૧૦૦૦ નું દાન આપી એક સામાજિક સેવાને ઉદાહરણીય કાર્ય તેમજ અનુકરણીય કાર્ય કર્યું છે.

IMG-20220225-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *