શિક્ષા મંત્રાલય ભારત સરકાર પ્રકાશિત પુસ્તકાલય માર્ગદર્શિકા વર્તમાન અને નવા પુસ્તકાલય સંસાધનોનો ઉપયોગ કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ સૂચવે છે.જેમા પારસ્પરિક રમતો,વાર્તા કથન અને વાર્તા લેખન દ્વારા બાળકો ભાષાઓની દુનિયામાં પ્રવેશ કરે છે.જે તેમને તેમની પોતાની ભાષાની ક્ષમતાઓથી વાકેફ કરે છે.અને તેમને તેમના વારસા વિશે અને તેમની આસપાસના લોકો વિશે વધુ જાણવા માટે પ્રોત્સાહિત કરે છે. પુસ્તક વાચક સ્પર્ધા એટલે કે વાચન અધ્યયન ઉત્સવ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમુદાયમાં વાચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે અને તેમની કલ્પના અને અનુભવના આધારે કવિતાઓ, ટૂંકી વાર્તાઓ અને લોકવાર્તાઓ જેવા સર્જનાત્મક લેખનનો અનુભવ કરશે સાથે અધ્યયન નિષ્પતિઓમા સુધારો લાવવામાં વાચનનુ યોગદાન વિવિધ સંશોધનોમાં દર્શાવવામાં આવ્યું છે.વાચન એ ભાષા અને લેખન કૌશલ્યોને સક્ષમ બનાવવા તરફનું એક પગલું છે.વાચન દ્વારા શબ્દભંડોળ, સર્જનાત્મકતા, વિવેચનાત્મક,વિચારસરણી,કલ્પના અને અભિવ્યક્તિમા વધારો કરે છે.એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવનાને મજબૂત કરવા પુસ્તક વાચક સ્પર્ધા સહયોગી બનશે એ હેતુને ધ્યાનમાં રાખી સમગ્રશિક્ષા ગાંધીનગર દ્વારા આયોજિત રાણપુર બી.આર.સી.કક્ષાની ઓનલાઈન મોડથી આજે પુસ્તક વાચક સ્પર્ધાનું ખૂબ જ સરસ આયોજન થયેલ જેમાં ક્લસ્ટર કક્ષાએ ધોરણ 6,7,8,9,11 ના વિજેતા સ્પર્ધકોએ ભાગ લીધેલ અને પોતાને શાળા પુસ્તકાલય માથી પસંદ પડેલ પુસ્તક નુ વાચન કરી પોતાની મૌલિક ભાષામાં પુસ્તક સમીક્ષા કરેલ જેમા ધોરણ 6 માં ગઢિયા પ્રા.શાળાની વિદ્યાર્થીની બાવળિયા નયનાબેન, ધોરણ 7 માં બોડિયા પે સેન્ટર પ્રા.શાળાના વિદ્યાર્થી મીઠાપરા રોશનભાઈ ધોરણ 8 માં નાગનેશ કન્યાશાળાની વિદ્યાર્થીની ગોહિલ હિનાબેન ધોરણ 9 મા RMSA અલાઉ માધ્યમિક શાળાની વિદ્યાર્થીની નૈતરા પ્રિતિબેન અને ધોરણ 11 મા RMSA અલાઉ ઉ.માધ્યમિક શાળાની વિદ્યાર્થીની ચૌહાણ વંદનાબેન વિજેતા થયેલ છે.જેઓ આગામી દિવસોમાં જિલ્લાકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા જશે.આજની ઓનલાઈન પુસ્તક વાચક સ્પર્ધામાં સ્પર્ધકો અને માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહન પુરુ પાડવા તાલુકા કેળવણી નિરિક્ષક કરણસિંહ લીંબોલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચાવડા મહોબતસિંહ તાલુકા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ કેશુભાઈ જોગરાણાએ હાજરી આપેલ બી.આર.સી કો રાઠોડ રમેશકુમાર તેમજ સમગ્રશિક્ષા ટીમ રાણપુર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલ..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
