Gujarat

કઠલાલ શેઠ એમ આર હાઈસ્કૂલ ના અને પ્રા વિભાગ ના કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો

 ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજા
રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
 આજરોજ કઠલાલની ઈતિહાસીક એવી સંસ્થા શેઠ એમ આર હાઈસ્કૂલ ના પટાંગણમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત કર્મચારીઓ નો વિદાય સમારંભ યોજાયો તેમજ ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો શેઠ એમ આર હાઈસ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઇ શાહ ની અધ્યક્ષતા માં નિવૃત થતા પ્રાઈમરી વિભાગ ના આચાર્ય રાજુભાઈ સોલંકી,જશોદાબેન ,ઉચ્ચતર માધ્યમિક વિભાગના પિયુષભાઇ ભાવસાર ,એ. બી. જોષી ,ડી. વી. કુંભાણી ,તેમજ કર્મચારી વિભાગના રાજુભાઈ ગજ્જર અનેસુશીલાબેન મહિડા નો વિદાય સમારંભ યોજાયો અને શાલ ઓઢાડી  પ્રતિમૂર્તિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે  હાઈસ્કૂલ ના ઉપપ્રમુખ જગદીશભાઈ ભટ્ટ(જે બી ભટ્ટ )/ શાળાના સહમંત્રી શાંતિલાલ રાવલ, કારોબારી સભ્ય નિલેશ શાહ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ના પ્રમુખ નથુભાઈ પોકાર ,ઉપ-પ્રમુખ ડોક્ટર અજીત પંડ્યા શાળાના આચાર્ય શૈલેષભાઈ પટેલ તથા શાળાના તમામ કર્મચારી ગણ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વય મર્યાદાના કારણે નિવૃત થતા સમગ્ર કર્મચારીઓનેઅભિનંદન પાઠવ્યા તેમજ તેમના દીધાર્યું માટે શુભેચ્છા પાઠવી
    ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા ભારે હૃદયે શાળાના આચાર્ય શૈલેષ પટેલ વિદાય આપી તેમજ પધારેલા સૌ મહેમાનો એ અને કર્મચારીગણ એ શુભેચ્છા પાઠવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદ પરમાર અને કિરણબેન રાઈગુરુએ કરી આભારવિધિ કરી હતી

IMG-20220225-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *