Gujarat

રાણપુરમાં મોડેલ સ્કુલ ખાતે આઈ.ટી.આઈ.દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મોડેલ સ્કુલ ખાતે આઈ.ટી.આઈ.રાણપુર દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈ.ટી.આઈ. રાણપુરના ઇન્સટ્રકટર અશ્વિનભાઈ દાવડા અને અલ્પેશભાઈ ચૌહાણ દ્વારા ધોરણ ૮, ૯ અને ૧૦ પછી થતા આઈ .ટી.આઈ.ના કોર્ષની સમજ આપી હતી તેમજ ભવિષ્યમાં રોજગારીની તકો વિષે રસપ્રદ માહિતી આપી હતી. આ સેમિનારનો લાભ બહોળી માત્રામાં શાળાના વિદ્યાર્થીઓએ લીધો હતો. કાર્યક્રમની આભારવિધિ શાળાનાં શિક્ષક કે.એન.રાઠોડે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફ મિત્રો સહભાગી થયા હતા ..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220225-WA0294.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *