Gujarat

ગીર સોમનાથ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળા હેઠળ ૫૧૮૫૦ લાભાર્થીઓને રૂ.૫૮.૧૭ કરોડની સહાય

કાજલી એ.પી.એમ.સી ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં સપન્ન
ગરીબ કલ્યાણ મેળા ગરીબોના સશક્તિકરણનુ મહાઅભિયાન છે રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર
ગિરગઢડા તા 27
ભરત ગંગદેવ..
જરૂરિયાતમંદોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ હાથો હાથ આપવાના પ્રકલ્પ એવા ગરીબ કલ્યાણ મેળાનો વેરાવળના કાજલી એ.પી.એમ.સી. ખાતે રાજ્યકક્ષા અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતોના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારે શુભારંભ કરાવ્યો હતો. જિલ્લાકક્ષાના આ ગરીબ કલ્યાણ મેળા-૨૦૨૨ હેઠળ ૫૧૮૫૦ જેટલા લાભાર્થીઓનો રૂ. ૫૮.૧૭ કરોડની સહાય પહોચાડવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ રાજેશભાઈ ચૂડાસમા સહિતના મહાનુભાવોએ પ્રતિકાત્મક યોજનાકીય લાભો અને સહાયનુ વિતરણ કર્યું હતું.
જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં સંબોધિત કરતા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, આ ગરીબ કલ્યાણ મેળાનો ઉદ્દેશ માત્ર સરકારી સહાય આપવાનો નથી પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગરીબ કલ્યાણ મેળા તો ગરીબોના સશક્તિકરણનુ આ મહાઅભિયાન છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ગરીબોના કલ્યાણનુ મહાઅભિયાનનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ૧૨ સંસ્કરણનો પ્રારંભ કર્યો છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને રાજ્ય સરકારની જનકલ્યાણની યોજનાઓ અને સહાયનો લાભ હાથો હાથ મળે તે રાજ્ય સરકારે આ સેવાયજ્ઞ આદર્યો છે. અત્યાર સુધીમાં આયોજિત ૧૧ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્યના ૧ કરોડ ૪૭ લાખ લોકોને રુ. ૨૬,૬૭૬ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ લાભ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી છેવાડાના લોકો સુધી હાથો હાથો પહોંચી રહ્યો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકારે કોરોના મહામારીમાં વ્યાપક રસીકરણથી લોકોનુ આરોગ્ય સુરક્ષિત કર્યું છે. ગંભીર બિમારીમાં આયુષ્યમાન ભારત યોજના થકી ગરીબ લોકોને સારવાર મળી રહી છે. ઉપરાંત ૧૦૮ જેવી યોજના ઈમરજન્સીના સમયમાં જીવનરક્ષક સાબિત થઈ છે.
રાજ્ય સરકારે સમાજના નાનામાં-નાના લોકોને લક્ષમાં રાખી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ગાંમડાઓમાં પણ સુખ-સમૃદ્ધિની સાથે વિકાસને વેગ મળે તે માટે નાણાંપંચ દ્વારા માતબર ગ્રાંટ ફાળવવામાં આવે છે. રાજ્ય સરકારનો સેવાસેતુ કાર્યક્રમ લોકોને ઘરઆંગણે સેવાઓ તો ઉપલબ્ધ કરાવે છે સાથે લોકોના સમય અને પૈસાની પણ બચત કરે છે. આ સાથે મંત્રી પરમારે રાજ્ય સરકારની લોકકલ્યાણની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ઉપરાંત માછીમારી દરમિયાન બોટામાં જરૂરી દરિયાઈ સાધનો પૂરા પાડવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં ૩૪ કરોડ ૨૬ લાખના સહાય આપવામાં આવી છે. સાથે જ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે બંદર અને અન્ય આનુસંગિક સુવિધા પૂરી પાડવા માટે ૨૮ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. રાજ્ય સરકાર દ્રારા સાગરપુત્રોના કલ્યાણ અને વિકાસ માટે ઉનાના નવાબંદર ખાતે રૂ. ૩૦૦ કરોડના ખર્ચે નવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું મત્સ્ય બંદરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમાએ રાજ્ય સરકારે રોડ-રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ સહિતની પાયાની સુવિધાઓ લોકો સુધી પહોચાડ્યાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, લોકોના જીવનમાં ખરા અર્થમાં પરિવર્તન આવે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કામ કરી રહ્યા છે. ગામડાંઓ પણ લોકોને શહેરો જેવી સુવિધા ઉપલબ્ધ તાય તે દિશા સરકાર કામ કરી રહી છે. સાથે જ રાજ્યના આંતરમાળખાને મજબૂત બનાવી વિકાસને નવો વેગ આપવામાં આવી રહ્યો છે. તેમ સાંસદશ્રીએ ઉમેર્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી અને જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે કેન્દ્ર-સરકારની યોજના-અભિયાનની સફળતા અને ફળશ્રતુનો ચિતાર આપ્યો હતો. સાથે જ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન શ્રી એસ.જે. ખાચર અને આભારવિધિ વેરાવળના પ્રાંત અધિકારી સરયુબા જસરોટિયાએ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિક્રમભાઈ પટાટ, કલેક્ટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, નિવાસી અધિક કલેક્ટર બી.વી. લિંબાસિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવાણા સહિતના મહાનુભાવો અને ગરીબ કલ્યાણ મેળાના જિલ્લાભરના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Attachments area

IMG-20220226-WA0342.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *